હળવદ: લગ્નની લાલચ આપી સગીરાને યુવક ભગાડી ગયો
હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામેથી લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી ગયો હવાની હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામેથી આરોપી વિશાલ અજીતભાઈ કોળી રહે. મોરબી ઈન્દીરા નગરવાળો સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી ફરીયાદીના વાલીપણામાથી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૬૩,૩૬૬, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.