હળવદમાં પ્રસંગમાં થયેલ ઝઘડાનો ખર રાખી યુવક અને મહિલા પર પાંચ શખ્સોનો પાઇપ વડે હુમલો
હળવદમાં રહેતા આધેડ તથા તેમનો પરીવાર દસાડા પ્રસંગમાં ગયેલ ત્યાં આધેડના દિકરાને ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓ હળવદ ખાતે આવી આધેડના પુત્ર હિદાયતને લોખંડના પાઇપ વડે મારમારી તથા રૂબીનાબેનને પાઈપ વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ફુલગલી પોલીસ લાઈન પાછળ રહેતા ગુલમહમદભાઈ ઇબ્રાહિમભાઈ મકરાણી (ઉ.વ.૪૬) એ આરોપી આરીફભાઇ ગુલાબભાઇ ભટ્ટી તથા સિરાજ અબુભાઇ ભટ્ટી તથા ઇમરાન ગુલાબભાઇ ભટ્ટી તથા રિયાજ સલીમભાઇ ભટ્ટી તથા મુસ્તાક સલીમભાઇ ભટ્ટી રહે બધા હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનો દિકરો હીદાયત તથા તેની મંગેતર સુહાના તથા ફરીયાદિના પત્ની જુબેદાબેન તથા ફરીયાદિનો નાનો દિકરો મહમદશહદ એમ બધા દસાડા ખાતે સગાઇ પ્રસંગમા ગયેલ હોય જ્યા સગાઇમા ફરીયાદિના દિકરા હીદાયતને બોલાચાલી અને ઝઘડો થયેલ હોય અને ત્યા સમાધાન થઇ ગયેલ હોય અને સગાઇ બાદ ફરીયાદિના દિકરાની મંગેતરને ફરીયાદી તથા ફરીયાદિના પત્ની જુબેદાબેન તથા દિકરો હીદાયત એમ હળવદ ખાતે મુકવા આવેલ હોય આરોપી આરોપીઓએ મનદુખ રાખી ગાળો આપી તથા ફરીયાદીના દિકરા હીદાયતને લોખંડના પાઇપ વડે મુંઢ માર મારેલ અને રુબીનાબેનને હાથના ભાગે લોખંડનો પાઇપ મારેલ હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
