હવે નકલી મીઠું: હળવદની શિવમ સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝમાં “ટાટા”ના પેકિંગમાં નકલી મીઠું ભરીને વેચવાનું કોભાંડ સામે આવ્યું
મોરબીમાં નકલીની જાણે સીઝન નીકળી હોઈ તેવું લાગી રહ્યું છે ત્યારે આજે હળવદ માંથી નકલી મીઠું બનાવતી કંપની પકડાઈ છે
હળવદની શિવમ સોલ્ડ ઇન્ડસ્ટ્રીમાં ટાટાના પેકિંગ અને ટ્રેડમાર્કનો ઉપયોગ કરીને તેમાં નકલી મીઠું ભરીને તેનું વેચાણ થતું હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે હળવદ પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે.
જેમાં દિલ્હી સ્થિત અનુસંધાન ઈન્વેસ્ટીગેશન એન્ડ સીક્યુરીટી પ્રા.લિ. ખાતે IPR એક્ઝિક્યુટિવ તરીકે કાર્યરત રોહીતકુમાર ઉર્વેશકુમાર કર્ણાવતે શિવમ સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝના માલિક ગોપાલ બાબુલાલ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, ટાટા કંપની દ્વારા તેમની સિક્યુરિટી એજન્સીને કન્ઝ્યુમર પ્રોડક્ટના ઓથોરાઈડસ તરીકે પાવર આપેલ છે જે અન્વયે ટાટા કંપનીના ચા, મીઠું, હિમાલીયા બ્રાંડ વોટર, મસાલા પ્રોડક્ટની પ્રોડક્શનની મીલતી જુલતી વસ્તુઓની ટ્રેડમાર્ક આધારીત ડુપ્લીકેશન વસ્તુઓમા ટાટા કંપનીના માલનુ ડુપ્લીકેશન કરતા વેપારીઓને શોધવાનું કામ રોહીતકુમાર કરે છે.
રોહીતકુમારને ચોક્કસ બાતમી મળી હતી કે, હળવદ ખાતે આવેલી શિવમ સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ પ્લોટ નં.૮૪-૮૫ જી.આઈ.ડી.સી. ઈસ્ટેટ ખાતે ટાટા કંપનીનુ ડુપ્લીકેટ માર્ક વાળા પેકિંગમા ડુપ્લીકેટ સોલ્ટનું ઉત્પાદન તથા વેચાણ ચાલે છે. જેથી રોહિત કુમારે હળવદ પોલીસ નો સંપર્ક કર્યો હતો અને તા.૦૯/૧૨/૨૦૨૩ના રોજ શિવમ સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ ખાતે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા.
જ્યાં દરોડા દરમિયાન શિવમ સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝ કારખાનામાં ટાટા સોલ્ટ કંપનીના પ્લાસ્ટીકના પ્રીન્ટેડ વીથ SUPER GOLD Salt લખેલ ટાટા કંપનીના લોગો તથા કલર તથા ડીઝાઇન સાથે હળતા મળતા સામ્યતા ધરાવતા રોલ નંગ – ૧૦૦ કિંમત રૂપિયા ૩૦,૦૦૦ તથા મીઠાની ખાલી બેગો ૨૦,૦૦૦ કિંમત રૂપિયા ૩૦,૦૦૦ સહિત કુલ કી.રૂ. ૬૦,૦૦૦નો મુદામાલ મળી આવ્યો હતો. આ અંગે રોહિત કુમારે શિવમ સોલ્ટ ઈન્ડસ્ટ્રીઝના માલિક ગોપાલ બાબુલાલ ઠક્કર પાસે ટાટા કંપનીનુ ઓથોરાઈઝ ડીલરશીપ પ્રમાણપત્ર તથા કોપીરાઇટ સર્ટીફીકેટ માંગ્યું હતું. જે આરોપી ગોપાલ ઠક્કર પાસે મળી આવ્યો ન હતું. જેથી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી ગોપાલ વિરુદ્ધ કોપી રાઈટ એક્ટ ૧૯૫૭ ની કલમ ૬૩,૬૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી