હળવદમાં રહેણાંક મકાનમાંથી દાગીના તથા રોકડ સહિત 92 હજારથી વધુના મત્તામાલની ચોરી
હળવદ : હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ રામવીલા બંગ્લોઝ -૦૧ મકાન નંબર -૨૫ માંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત ૯૨,૨૦૦ ના મત્તામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના માણેકવાડાના વતની અને હાલ હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ રામવીલા બંગ્લોઝ -૦૧ મકાન નંબર -૨૫ માં રહેતા નરેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા (ઉ.વ.૬૦) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૩-૦૫-૨૦૨૪ થી ૨૪-૦૫-૨૦૨૪ સુધીમાં કોઈ પણ સમયે ફરીયાદીના રહેણાંક મકાનના દરવાજાનો નકુચો તથા ઈન્ટરનલ લોક તોડી મકાનમાં પ્રવેશ કરી અજાણ્યા ઇસમોએ ઘરના બેડરૂમમાં આવેલ તીજોરીઓના ખાનાના લોક તોડી રોકડ રૂપીયા-૬૦,૦૦૦/- તથા સોના-ચાંદીના દાગીના કિ.રૂ.૩૨,૨૦૦/-ના મળી કુલ રૂ.૯૨,૨૦૦/-ની મતાની ચોરી કરી લઇ ગયો હતો જેથી ભોગ બનનાર નરેન્દ્રસિંહે આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૦,૪૫૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.