હળવદના સુંદરગઢ ગામેથી જુગાર રમતા છ ઈસમો ઝડપાયા
હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જાહેરમાં જુગાર રમતા છ આરોપીઓને રોકડ રકમ રૂ.૩૧૬૨૦/- ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે પકડી પાડી પાડયા છે.
હળવદ પોલીસ મને મળેલ સંયુક્ત બાતમીના આધારે સુંદરગઢ ગામે જુગાર અંગે રેઇડ કરી કુલ -૦૬ ઇસમોજેરામભાઈ મેરાભાઇ ચરમારી રહે રામજીમંદીર સામે નવા સુંદરગઢ તા.હળવદ, કુકાભાઈ ગોરધનભાઈ ચરમારી રહે. નવા સુંદરગઢ તા.હળવદ, મુકેશભાઇ ભીખાભાઇ લોલાડીયા રહે, શીરોઇ તા.હળવદ, ધારાભાઇ દેવશીભાઇ રાતડીયા રહે, કડીયાણા તા.હળવદ, મહેશભાઇ બાલાભાઈ જીંજવાડીયા રહે, પાંડાતીરથ તા.હળવદ, મેહુલ ઉર્ફે મુન્નો લાલજીભાઇ પાટડીયા રહે, સુંદરગઢ તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૩૧,૬૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.