હળવદના સુખપર ગામે ખેતર બાબતે આધેડને એક શખ્સે માર માર્યો
હળવદ તાલુકાના સુખપર ગામે આધેડે આરોપીની બાજુમાં ખેતર લીધેલ હોય જે આરોપીને સારૂ ન લાગતા આધેડને આરોપીએ ઢીકાપાટુનો મુંઢમાર મારી લોખંડની પટ્ટી વડે ઇજા કરી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના સુખપર ગામમાં રહેતા અને ખેતી કરતા દિલીપભાઈ બાવલભાઈ પરમાર (ઉ.વ.૫૪)એ તેમના જ ગામના આરોપી ભુપતભાઇ મનુભાઈ ચૌહાણ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિએ આરોપીની બાજુમા ખેતર લીધેલ હોય જે આરોપીને સારૂ લાગેલ ના હોય જેથી અવાર નવાર જેમતેમ બોલતા હોય અને આ બાબત નો ખાર રાખી આરોપીએ ફરીયાદિને ઢીકાપાટુનો માર મારી લોખંડની ધારવાળી પટીથી મારવા જતા ફરીયાદિએ પટી પકડતા બન્ને હાથના આંગળામા ટાંકાઓ આવે તેવી ઇજાઓ કરી તથા શરીરે મુન્ઢ ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.