Monday, March 10, 2025

હળવદના નવા ધનાળા ગામના પાટીયા નજીક રોડ પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં એકનું મોત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા હળવદ હાઈવે રોડ ઉપર નવા ધનાળા ગામના પાટીયા નજીક અમ્રુત સીડસ ઇન્ડસ્ટ્રીઝની સામે રોડ પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ કચ્છના ગાંધીધામમાં ઇન્દિરાનગર ઝુપડ પટ્ટી વિસ્તારમાં રહેતા વિશાલભાઈ ઇકમભાઈ રાવત (ઉ.વ.૨૭) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૧૨-બી-ડબલ્યુ-૨૯૯૨ ના ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળુ ટ્રક ટ્રેઇલર જી-જે-૧૨-બી-ડબલ્યુ-૨૯૯૨ વાળુ માળીયા હળવદ હાઇવે રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી નવા ધનાળા ગામના પાટીયા નજીક આગળ ખરાબ થઇ બંધ પડેલ ફરીયાદિના લાકડા ભરેલ ટ્રક ટ્રેઇલર રજીસ્ટર નંબર- જી-જે-૧૨- બી-એકસ-૭૫૨૫ ના પાછળના ભાગે ઝાડી ઝાખરા તથા પથ્થર વડે આડાસ તથા સાઇડ સીગ્નલ ચાલુ હોય તેમ છતા પાછળના ઠાઠાના ભાગે ભટકાડી એકસીડન્ટ કરી પોતાના શરીરે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર પોતાનુ મોત નીપજાવી તથા ફરીયાદિને ડાબા કાનની પાછળ તથા જમણા પગની આંગળીઓમા ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર