Thursday, April 3, 2025

હળવદમાં બે માથાભારે શખ્સો વિરુદ્ધ પોલીસ દ્વારા ડીમોલેશનની કામગીરી કરવામાં આવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદમા વ્યાજવટાવ તથા મારામારીના ગુનામાં સંડોવાયેલ બે અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ હળવદ પોલીસ દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરેલ જેમાં અગાઉ અસામાજીક પ્રવૃતીઓ ચોરી/ મારામારી/ દારૂ વેચાણ/ લૂંટ જેવા ગુનાઓમાં સાથે સંડોવાયેલ કુલ આરોપી-૧૦ ના ગેરકાયદેસર દુકાન/ મકાન/ હોટેલ ડિમોલેશન કરવામાં આવેલ તેમજ PGVCL દ્વારા કુલ આરોપી-૮ વિરુધ્ધમાં રોકડ દંડ રૂ. ૧૧,૯૫,૦૦૦/- જેટલો કરવામાં આવેલ છે તેમજ આજે પણ વ્યાજવટાવ તથા મારામારી/ લૂંટના ગુનાઓમાં સંડોવાયેલા બે ઇસમો બટુકભાઇ બાબુભાઇ કાંકરેચા રહે હળવદ માર્કેટ યાર્ડની સામે હળવદ વાળાના રહેણાંક મકાનમાં કુલ જમીન આશરે ૬૬૯ ચોરસ મીટર કિ.રૂ.૧૧,૩૭, ૩૦૦ ના મકાનનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું અને રાજેન્દ્રસિંહ દિલીપભાઇ લીંબોલા રહે ગામ ઘનશ્યામપુર તા. હળવદવાળાએ સરકારી કુલ જમીન આશરે ૪૦૪૬ ચોરસ મીટર કિ.રૂ.૬૯,૯૯,૫૮૦ ની જમીન પર કબ્જો કરેલ જે ખાલી કરી મિલ્કત અંગે જે તે લગત વિભાગ સાથે સંકલન કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર