હળવદ: ગામમાં હવા કેમ કરે છે કહી યુવકને એક શખ્સે ફટકાર્યો
હળવદ આંબેડકર સર્કલ પાસે ગોસાઈ સીંગ સેન્ટર દુકાન બહાર યુવકને એક શખ્સે બોલાવી તું કેમ ગામમાં હવા કરેશ અને છોકરીઓ સામે જોવે છે તેમ કહી યુવકને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં રાવળફળીમા રહેતા નયનગીરી પ્રવીણગીરી ગોસાઈ (ઉ.વ.૪૦) એ આરોપી રવીભાઈ મુનભાઈ રબારી રહે. ગામ વેગડવાવ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદ આંબેડકર સર્કલ પાસે ગોસાઈ સીંગ સેન્ટર દુકાન બહાર આરોપીએ ફરીયાદીને કેમ ગામમા હવા કરેશ અને છોકરીઓ સામે જોવે છે તેમ કહી આરોપીએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી મોઢા ઉપર તથા પડખામા તથા જમણા પગે ઢીકા પાટુનો માર મારી મુઢ ઇજા કરી અને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.