Friday, April 4, 2025

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે ચાલતુ જુગારધામ ઝડપાયું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે જુગાર રમતા નવ આરોપીઓને રોકડ રકમ રૂા.૭,૫૮,૫૦૦/- ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.

હળવદ પોલીસ સ્ટાફને બાતમી હકિકત મળેલ કે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં બચુભાઈ જીવરાજભાઈ સંઘાણી વાડીએ અમુક માણસો જુગાર રમતાં હોવાની બાતમી મળતાં તે જગ્યાએ પોલીસ દ્વારા જુગાર અંગે રેઈડ કરતાં તે જગ્યાએ પૈસાની હારજીતનો જુગાર રમતા હોય ત્યા કોર્ડન કરી કુલ -૧૦ ઇસમો નીતેશભાઇ રતીલાલભાઇ આદ્રોજા રહે ફલેટ નં ૮ બ્લોક નં ૬ નંદની એપાર્ટ સોમનાથ સોસાયટી, મહેન્દ્રનગર મોરબી-૨, શંકરભાઇ બેચરભાઇ લોરીયા રહે ગામ નવા ઘનશ્યામગઢ તા. હળવદ, દિલીપભાઇ ઉર્ફે અમુભાઇ કરશનભાઇ વામજા રહે ગામ રણમલપુર તા. હળવદ, કિરીટસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ બટુકસિંહ ઝાલા રહે ગામ જીવા તા.ધાંગધ્રા જી. સુરેન્દ્રનગર, મુકેશભાઇ બાબુભાઇ થળોદા રહે. ગામ રણમલપુર તા.હળવદ, મુકેશભાઇ ગોરધનભાઈ કૈલા રહે ગામ નવા ઘનશ્યામગઢ તા.હળવદ, રણજીતભાઇ ગગજીભાઇ ચૌહાણ રહે. ગામ કોંઢ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, સુરૂભા હનુભા ચૌહાણ રહે. ગામ કોંઢ તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર, હરેશભાઈ અગરસંગભાઈ પરમાર રહે સરા તા-મુળી જી-સુરેંદ્રનગરવાળાને પકડી પાડેલ છે. જ્યારે અન્ય એક શખ્સ બચુભાઈ જીવરાજભાઈ સંઘાણીપટેલ રહે નવા ઘનશ્યામગઢ તા-હળવદવાળાનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ રેઇડ દરમ્યાન રોકડ રકમ રૂા.૭,૫૮,૫૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય તથા વેગેનર ગાડી નં. GJ-36-R-8893 વાળી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂા-૯,૫૮,૫૦૦/- ની મતાનો જુગાર પકડી પાડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર