હળવદના સુસવાવ ગામ પાસેનો બ્રાહ્મણી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, નદીના પટમાં અવર-જવર નહીં કરવા સૂચના
હળવદ: હળવદ તાલુકાના સુસવાવ ગામ પાસેનો બ્રાહ્મણી-2 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ડેમ નિર્ધારિત સંપાટીએ 90 % ભરાઈ જવામાં હોઈ, ડેમમાં 450 ક્યુસેકના પ્રવાહની આવક છે જળાશયની ભરપુર સપાટી 44.5 મી છે. જ્યારે જળાશયની હાલની જળસપાર્ટી 42.7 મી.છે. આવક વધતા ડેમનાં દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે તો ડેમની હેઠવાસમાં આવેલ ગામો સુસવાવ, ટીકર, મીયાણી , મયુરનગર, માનગઢ, ખોડ, કેદારીયા, ચાડાધારા, અજીતગઢ ગામના લોકોને નદીના પટમાં અવર – જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવે છે.