Sunday, September 22, 2024

હળવદના રાતાભૈર ગામના પાંચ ઇસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી:  ગેરકાયદેસર રીતે જમીનપર કબજો જમાવનાર હળવદના રાતાભૈર ગામના પાંચ ઇસમો વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાતાભૈર ગામે રહેતા હઠીસંગ ટપુભાઈ ચૌહાણ (ઉ.વ્.૬૦) એ તેમના જ ગામના કરમશીભાઈ વિરજીભાઈ કોળી , વેલજીભાઈ કરમશીભાઈ કોળી , દેહરભાઈ કરમશીભાઈ કોળી , ટીશાભાઈ કરમશીભાઈ કોળી, ઘનશ્યામભાઈ કરમશીભાઈ કોળી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી ચારેક વર્ષ પહેલાથી આજદિન સુધી આરોપીએ આ કામના ફરીયાદીની માલીકીની ડુંગરપુર ગામની સીમ સર્વ સ.નં. ૨૨૭ પૈકી ૧ ની જમીન હે.૧-૬૬-૯૩ ચો.મી વાળી જમીન પર ગેર કાયદેસર કબજો કરી આ જમીન પર આજદિન સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી આર્થીક ઉપજ મેળવી જમીન પચાવી પાડી હોવાની ભોગ બનનાર હઠીસંગ એ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ- ૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર