Tuesday, April 22, 2025

હળવદના રણછોડગઢ ગામે યુવક પર ચાર શખ્સોનો ધાર્યા વડે હુમલો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના રણછોડગઢ ગામે યુવક દુકાને બેઠા હોય ત્યારે એક શખ્સે આવી યુવકને તે નવી ગાડી લીધેલ છે તો શું ગામમાં સિનસપાટા મારેશ તેમ કહી ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી બાદ યુવકના ઘરે જઈ ચારે શખ્સોએ પોતાના હાથમાં હથીયાર લઈ આવી યુવકને ધાર્યું માથામાં મારી ઈજા પહોંચાડી હતી તેમજ પ્રમીલાબેનને ધોકા વતી ડાબા પગમાં ઈજા પહોંચાડી હતી તથા મધુબેનને ધોકા વડે ઇજા કરી હતી અને જયદીપભાઈને પાઈપ વતી પેટના ભાગે મુંઢ ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા સંજયભાઇ દેવશીભાઇ સુરેલા (ઉ.વ.૨૭) એ આરોપી વિક્રમભાઇ મુળજીભાઇ ફિસડીયા, ચંદ્રિકાબને વિક્રમભાઇ કોળી, વિરમભાઇ મુળજીભાઇ કોળી, પફાભાઇ દિનેશભાઇ કોળી રહે. બધા રણછોડગઢ ગામ, તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૦૮-૨૦૨૩ ના રોજ સાંજના સાડા છએક વાગ્યે ફરીયાદી પોતાના ગામના ભરતભાઇ ગંગારામભાઇની દુકાને બેઠા હોય ત્યારે આ કામના આરોપી વિક્રમભાઈ મુળજીભાઈ ફિસડીયાએ આવી ફરીયાદીને તે નવી ગાડી લીધેલ છે તો શુ ગામમાં સિનસપાટા મારેશ તેમ કહી ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી બાદ ફરીયાદી પોતાના ઘરે જતા રહેલ હોય ત્યારે ચારે આરોપી પોતાના હાથમાં હથિયાર લઇ આવી આરોપી વિક્રમભાઈએ ફરીયાદીને માથામા તથા ડાબા હાથના પંજામાં ધારીયાથી મારી ઇજા કરી તથા આરોપી વિરમભાઇએ ફરીયાદીને ધોકાથી શરીરે મુંઢ ઇજાઓ કરી તથા સાહેદ પ્રેમીલાબેન નાઓને ધોકા વતી ડાબા પગમાં મારી ઇજા કરી તથા આરોપી ચંદ્રિકાબેનએ સાહેદ માનુબેન ધોકા વડે માંથી માંથામાં મારી ફુટની ઇજા કરી તથા આરોપી પફાભાઈએ સાહેદ જયદિપભાઇ નાઓને પાઇપ વતી પેટના ભાગે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સંજયભાઈએ ચારે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ચારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ જીપીએક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર