મોરબી: હળવદ તાલુકાના રાયસંગપુર ગામની પંદર પાટો સીમમાં નર્મદા કેનાલ -૮ નજીક વાડીના શેઢે નર્મદા કેનાલ મશીન રાખેલ હોય જે મશીન ચાલુ કરવા જતા યુવાનને ચાર શખ્સોએ ધોકા અને લોખંડના પાઈપ વડે માર માર્યો હોવાની ભોગ બનનારે હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા શંકરભાઈ નથુભાઈ કણજરીયા (ઉ.વ.૪૨) એ આરોપી નરેન્દ્રભાઇ ઉર્ફે નંદો ગણેશભાઇ દલવાડી, રવિભાઇ લાભુભાઇ સોઢા, કિશોરભાઇ લાભુભાઇ સોઢા, રવિભાઇ લાભુભાઇ સોઢાની બહેનનો ભાણો રહે. બધા રાયસંગપુર તા. હળવદ જી.મોરબી વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૭-૧૦-૨૦૨૨ ના રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના અરસામાં ફરીયાદીએ તેની વાડીના શેઢે નર્મદા કેનાલે મશીન રાખેલ હોય જે મશીન આ કામના આરોપીઓએ વિના કારણે બંધ કરતા આ કામના સાહેદ ફરીયાદીની પત્ની સરોજબેન મશીન ચાલુ કરવા જતા ફરીયાદીની પત્નીને કાંઇ બોલીશ તો કાપીને કેનાલમાં નાંખી દઇશુ તેમ આરોપીઓએ ધમકી આપી તુરંત જ ફરીયાદીને આરોપી નરેન્દ્રભાઇએ લોખંડના પાઇપ વતી જમણા પગમાં ઢીંચણ પાસે મારી તેમજ આરોપી રવિભાઈએ લોખંડના પાઇપ વતી તથા આરોપી કિશોરભાઈ અને રવિભાઈ લાભુભાઈ સોઢાની બહેનનો ભાણો હાથમાં લાકડી લઇ એમ ચારેય આરોપીઓએ ફરીયાદીને બન્ને પગે તેમજ જમણા હાથે માર મારી ફેક્ચર જેવી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર શંકરભાઈ એ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

