હળવદ: હળવદ તાલુકાના નવાધનાળા ગામની સીમમાં ચાલતુ ટ્રક માંથી ગેરકાયદેસર લોખંડના સળીયા ચોરવાનું કારસ્તાન પકડી પાડી કુલ કિ.રૂ. ૩૨,૯૫,૧૫૦/- નો મુદામાલ મોરબી ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યો છે.
મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, સ્ટાફના આ અંગેની કાર્યવાહી કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો હેડ કોન્સ. ચંદુભાઇ કાણોતરા તથા પોલીસ કોન્સ્ટેબલ હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ તે આધારે માળીયા મિ.- હળવદ હાઇવેરોડ ઉપર આવેલ ઇનોવીન મેટલ્સ એલ.એલ.પી. કારખાનાની બાજુમા અમુક ઇસમો ગેરકાયદેસર રીતે હાઇવેરોડ ઉપરથી લોખંડના સળીયા ભરી પસાર થતી ટ્રકના ડ્રાઇવરો સાથે સંપર્ક સાધી ટ્રકને ઇનોવીન મેટલ્સ એલ.એલ.પી. કારખાનાની બાજુમાં આવેલ પડતર જગ્યા તથા ગાડા માર્ગે લઇ જઇ ટ્રકમાં લોખંડના સળીયા ભરેલ ભારીઓ ટ્રાન્સપોર્ટર તથા માલ મંગાવનાર પાર્ટીને ધ્યાનમાં ન આવે તે રીતે ચોરી છુપીથી કાઢે છે જે હકિકત આધારે રેઇડ કરતા હકિકત વાળી જગ્યાએથી અલગ અલગ એમ.એમ.ની સાઇઝના લોખંડના સળીયા કુલ વજન ૪૧,૭૩૦ કિ.ગ્રા. જેની કિ.રૂ. ૨૨,૯૫,૧૫૦/- તથા ટેઇલર નંબર GJ-12-BY-2094 કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૨,૯૫,૧૫૦/- નો મુદામાલ ચોરી કે છળકપટ થી મેળવેલ શકમંદ મિલ્કત તરીકે ગણી મુદામાલ કબ્જે કરી હળવદ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા પશુધન અને પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ કરાયો
મોરબી : મોરબીમાં સામાજિક જાગૃતિ માટે સતત સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ તથા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા ગૌમાતાનું પૂજન અને વૃક્ષારોપણ કરી માલધારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ વિશ્વ માલધારી દિવસ નિમિત્તે...
મોરબી જિલ્લા આરટીઓ કચેરીમાં તારીખ ૦૧/૦૭/૧૯૮૯ થી એજન્ટ પ્રથા અમલમાં નથી. જો કે કોઈકવાર બિન અધિકૃત ઈસમો દ્વારા અત્રેની કચેરીના કમ્પાઉન્ડમાં લેભાગુ પ્રવૃતિઓ આચરવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ રોકવા, લોકોના નાણાંનો ખોટી રીતે વ્યય ન થાય, સરકારના નિયમોનું વ્યવસ્થિત પાલન થાય અને કચેરીની કામગીરી ઝડપથી આગળ વધે તે માટે...
જામનગરના જોડીયામાં આવેલા મોટીવાસમાં રહેતો યુવા પાંચ દિવસ પૂર્વે બપોરના અરસામા પેટ્રોલ પુરાવીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે માળિયા મીયાણા પાસે અજાણ્યા કારચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા યુવકે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત...