હળવદના મયુરનગર ગામે ગળેફાંસો ખાઈ પ્રેમી પંખીડાંનો આપઘાત
હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં બ્રામ્ણી નદી કાંઠે ગળેફાંસો ખાઈ જતાં પ્રેમી પંખીડાનુ મોત નિપજ્યું હતું .
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં બ્રામ્ણી નદી કાંઠે રાહુલભાઈ બાબુભાઈ તરાર (ઉ.વ.૨૩) તથા હિરલબેન ઘીરાજીભાઈ તરાર (ઉ.વ.૧૯) રહે. બંને શણગાલ તા. મેઘરજ ગામ જઈ. અરવલ્લીવાળાને પ્રેમસંબંધ હોય જેમાં લાગી આવતા બંનેએ પોતાની જાતે પીપળના ઝાડ સાથે ચુંદડી વતી ગળેફાંસો ખાઈ લેતા બંનેના મોત નીપજ્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.