હળવદ માળિયા હાઈવે રોડ પર કતલખાને જતી પશુ ભરેલી આઈશર સાથે બે ઝડપાયાં
હળવદ માળિયા હાઈવે રોડ પર ગોકુલેશ પેટ્રોલ પંપ સામે રોડ ઉપરથી કતલ ખાને લઈ જવાનાં ઇરાદે પશુઓ નવ મોટી ભેંસો પશુઓ ભરેલી આઈશર સાથે બે ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ માળિયા હાઈવે રોડ ઉપ આઈસર ગાડી નંબર GJ.36.T.8929 વાળીના ચાલક કાસમભાઈ ઈબ્રાહીમભાઈ સુમરા તથા ક્લીનર નવઘણભાઈ શીવાભાઈ નંદેસરીયા તથા બીજા મેળવવાના થતા કોઈ આધાર પુરાવા મેળવ્યા વગર પોતાનો દાખલો લખી આપેલ તે જીવણભાઈ ઘેલાભાઈ રબારી રહે બધા- ટંકારા તા.ટંકારા જી.મોરબી વાળાએ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભેસો જીવ ૦૯ (નવ) ક્રુરતાપુર્વક ટુંકા દોરડા થી ખીચો ખીચ દયનીય હાલતમાં બાંધી ધાસ ચારો કે પાણીની કે બીજી કોઈ સગવડતા રાખ્યા વગર હેરાફેરી કરી કતલખાને લઈ જતા આરોપીકાસમભાઈ ઈબ્રાહીમભાઈ સુમરા તથા ક્લીનર નવઘણભાઈ શીવાભાઈ નંદેસરીયા રહે. બંને ટંકારાવાળાને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય એક શખ્સ જીવણભાઈ ઘેલાભાઈ રબારી રહે. ટંકારાવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ ક્રુરતા અધિનીયમ ૧૯૬૦ ની કલમ ૧૧(૧), ડી ,ઈ,એફ, એચ તથા પશુ સંરક્ષણ અધિનીયમ ૧૯૫૪ ની કલમ ૧૦ તથા જી.પી.એક્ટ કલમ ૧૧૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.