Wednesday, November 27, 2024

હળવદ: જય કિશન ટ્રેડિંગ પેઢીના નામે જુદી જુદી પેઢીઓ પાસેથી તલ ખરીદી રૂ.૬૯.૬૪ લાખની છેતરપિંડી કરનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ માર્કેટ યાર્ડમાં એક શખ્સે જય કિશાન ટ્રેડિંગ પેઢીના નામે જુદી જુદી પેઢીઓ પાસેથી તલની ખરીદી કરી તેમજ જય કિશાન ટ્રેડિંગ પેઢી તરફથી અન્ય વેપારી પેઢીઓને ચુકવવાના બાકી હોય તેમજ જય કિશાન ટ્રેડિંગ પેઢી મારફતે ખેડૂતો પાસેથી વેપારીઓએ તલની ખરીદી કરેલ તે પેઢીઓ પાસેથી જય કિશાન ટ્રેડિંગ લેવાનાં રૂપિયા તથા જય કિશાન ટ્રેડિંગ પેઢીના કમીશનના રૂપિયા મળી કુલ રૂ.૩૨,૩૦,૭૫૪ લેવાના હતા. તે શખ્સ ખરીદી તથા વેચાણ કમીશન પેટેના કુલ રૂ.૬૯,૬૪,૮૬૮ લઇ જઈ નાસી જય વિશ્વાસઘાત કર્યો હોવાની હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રતનપર ગામે રહેતા અને કમીશન અજન્ટ તથા ખેતી કરતાં નારસંગભાઈ ઉર્ફે નવલસિંહ બનેસંગભાઈ ડોડીયાએ આરોપી ઉમેશભાઈ નરશીભાઈ પારેજીયા રહે. કણબીપરા, રામજી મંદિર પાસે મોરબી દરવાજા હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૭-૦૬-૨૦૨૩ થી ૨૧-૦૬-૨૦૨૩ સુધીમાં આરોપીએ ફરીયાદીની જય કિશાન ટ્રેડીંગ પેઢીના નામે જુદી જુદી પેઢીઓ પાસેથી તલની કુલ રૂપીયા ૩૭,૩૪,૧૧૪/- ની ખરીદી કરી તે પૈકી રૂપીયા ૧૨,૦૧,૬૪૫/- જય કિશાન ટ્રેડીંગ પેઢી તરફ થી વેપારી પેઢીઓ ને ચુકવવામા આવેલ છે તેમજ રૂપીયા ૨૫,૩૨,૪૬૯/- જય કિશાન ટ્રેડીંગ પેઢી તરફ થી અન્ય વેપારી પેઢીઓને ચુકવવાના બાકી હોય તેમજ જય કિશાન ટ્રેડીંગ પેઢી મારફતે ખેડુતો પાસેથી વેપારીઓએ તલની ખરીદી કરેલ તે પેઢીઓ પાસેથી જય કિશાન ટ્રેડીંગ લેવાના રૂપીયા તથા જય કિશાન ટ્રેડીંગ પેઢીના કમીશનના રૂપીયા મળી કુલ રૂપીયા ૩૨,૩૦,૭૫૪/-લેવાના હતા તે આરોપીએ લઈ ખરીદી તથા વેચાણ કમીશન પેટેના કુલ્લે રૂપીયા ૬૯,૬૪,૮૬૮/- ની ફરીયાદીની જાણ બહાર પોતાની લઇ જઇ નાસી વિશ્વાસઘાત કર્યો હોવાની ભોગ બનનાર નારસંગભાઈએ આરોપી ઉમેશભાઈ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૪૦૬ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર