હળવદ ગામેથી બે મોબાઇલની ઉઠાંતરી
હળવદ: હળવદ ગામની સીમ ભરતભાઈની વાડીએથી બે મોબાઇલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ ડાંગ જિલ્લાના વતની અને હાલ હળવદ ગામે રહી મજુરી કરતા ભાવેન્દ્રભાઈ સાયબુભાઈ પવાર (ઉ.વ.૨૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૧-૦૮-૨૦૨૩ ના રાતના સાડા નવ વાગ્યા થી તા.-૦૧-૦૯-૨૦૨૩ ના સવારના છ એક વાગ્યા દરમિયાન ફરીયાદીનો મોબાઇલ વીવો કંપનીનો મોડલ વાય-૧૫ એસ જે બ્લુ કલરનો જેની હાલે કિમત રૂ.૪૦૦૦/- તથા સાહેદ વિલસંગનો LAVOZ3 કંપનીનો મોબાઇલ જે બ્લુ કલર જેવો જેની કિંમત રૂ.હાલે ૩૦૦૦/-. મળી કુલ રૂ.૭૦૦૦/- ના મુદામાલની કોઇ અજાણ્યો ઇશમ ચોરી કરી લઈ ગયો હોવાની ભોગ બનનાર ભાવેન્દ્રભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.