હળવદમાં પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા
હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે ડીટેઈન કરી અમદાવાદ તથા જુનાગઢ જેલ હવાલે હળવદ પોલીસ દ્વારા મોકલી આપેલ છે.
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં સંડોવાયેલ બે ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે બંને ઇસમોને સત્વરે અટાકાયત કરવા માટે અલગ અલગ ટીમ બનાવી બંને ઇસમો ઘનશ્યામભાઇ શંકરભાઇ ઉર્ફે હક્કાભાઇ બાહુન્દ્રા રહે.ગામ કાંત્રોડી (કુંતલપુર) તા.મુળી જી સુરેન્દ્રનગર તથા હસમુખભાઇ મધુભાઇ દેકાવાડીયા રહે. ગામ ભવાનીગઢ (જોકડા) તા. મુળી જી. સુરેન્દ્રનગર વાળાને પાસા એકટ તળે ડિટેઇન કરી અમદાવાદ / જુનાગઢ જેલ ખાતે મોકલી આપેલ છે.