હડમતિયા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું
સૌ પ્રથમ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં પધારેલ મહાનોભાવોનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી. બાળકો દ્વારા મનુષ્ય તું બડા મહાન હૈ અભિનય રજૂ કરવામાં આવ્યો. નાયબ નિયામક એમ.જે.અઘારા સાહેબ, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રીકાબેન, મામલતદાર ટંકારા કે.જે. સખીયા, લજાઈ સી.આર.સી. શૈલેષભાઈ સાણજા, પંકજભાઈ રાણસરિયા અને રશ્મિબેન વિરમગામાનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું.
મહેમાનોના હસ્તે બાલ વાટિકા અને ધોરણ ૧ ના મળીને બન્ને શાળાના ૭૦ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો
શાળાની વિદ્યાથીની સિણોજીયા વૃંદા દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી અને ચાવડા અંજનાબેન દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે અમૃત વચન આપવામાં આવ્યું હતું ત્યારબાદ વર્ષ ૨૦૨૩-૨૪માં પ્રથમ નંબર મેળવેલ શ્રી હડમતિયા કન્યા શાળા તેમજ કુમાર શાળાના બાળકોનું ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ અને NMMS ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું અને નાયબ નિયામક એમ.જે. આધારા દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્દબોધન આપવામાં આવ્યું હતું તો શાળાના શિક્ષક ભાગીયા સાહેબ દ્વારા સરકારની વિવિધ શિષ્યવૃત્તિની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.
પધારેલ મહાનુભાવો અને ગ્રામજનોએ સરકાર તરફથી મળતી સાધન સામગ્રી નિહાળી. એમ.જે.અધારા દ્વારા કમ્પ્યુટર લેબની રીબીન કાપી બાળકો માટે કમ્પ્યુટર લેબ ખુલી મુકવામાં આવી હતી.