ગુજરાતમાં વિપક્ષની જરૂર નથી પોલીસ જ સત્તા પરિવર્તનનું કારણ હશે
ગઈ કાલે રાત્રે ટંકારાના લજાઈ નજીક આવેલા કમ્ફોટ રિસોર્ટમાં થોડા દિવસો પહેલા જુગારની રેડ થઈ હતી જેમાં થયેલી ગેરરીતિની તપાસ માટે સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય ખુદ કાફલા સાથે મોરબી આવી ૯ કલાક સુધી તપાસ કરી તમામના નિવેદનનો નોંધી ગેરરીતિની તપાસ કરી હતી જેમાં ગેરરીતિને રિપોર્ટ રાજ્ય પોલીસ વડાને સોંપાશે તેવું જણાવ્યું હતું.
આ રેડમાં ફરિયાદ જુગાર દરમ્યાન મળેલ રોકડ રકમની ગેરરીતિની હતી જેના એવો કોઈ જ દાવો કરવામાં આવ્યો નથી કે જુગારની રેડ ખોટી છે પરંતુ અગાઉ મોરબીમાં તારીખ ૨૪/૭/૨૨ ના રોજ મોરબી એ ડિવિઝનના પી આઈ પંડ્યા દ્વારા ખોટી જુગારની રેડ કરી પાટીદાર યુવાનો ઉપર હત્યાચારના આક્ષેપો એ ગુજરાત સરકારની આબરૂના લીરા ઉડાડ્યા હતા
ગૃરાજ્યમંત્રીના મનમાં પાટીદારો પ્રત્યે રાગદ્વેષના હોઈ તો ફકત નિર્લિપ્ત રાયને ૧૦ મિનિટ સમય કાઢી ખોટી જુગાર રેડના ટાઈમ સાથેના CCTV ફૂટેજ ચેક કરાવ્યા હોત તો આજ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાત
ખોટી જુગાર રેડ બાબતે માજી ધારસભ્ય અને પીડિત યુવાન નિલેશ દ્વારા હમણાં તાજેતરમાં વિડિયો વાઇરલ કરી ખુલ્લી ડીબેટ કરવા પડકાર ફેક્યો હતો કે કા પી આઈ પંડ્યા સાબિત કરે રેડ સાચી છે કા અમે પુરાવા સાથે સાબિત કરીશું રેડ ખોટી છે
આ રેડ માં ૬ પાટીદાર યુવાનો ને ઘરે ઘરે થી ઉઠાવી માર મારી જુગાર રમવા બેસાડ્યા પસી વિડિયો ગ્રાફિ કરી રેડ બતાવી જેમાં પૈસા પણ એક ડોક્ટર પાસે થી મંગાવ્યા ના પણ આક્ષેપો થઈ રહ્યા છે આ સમગ્ર ઘટના થી લોકો ને પોલીસ અને ગુંડાઓ વચ્ચે ના અંતર નો ખ્યાલ આવી ગયો, હાલ પણ પી આઈ પંડ્યા મોરબી LCB પી આઈ તરીકે મહત્વના પદ પર છે.
રાજ્યના ગૃરાજ્યમંત્રી જાણે છે કે જો આ બાબતે કાર્યવાહી થશે તો પોલીસ ઉપર પ્રજા નો વિશ્વાસ ડગી જશે અને ગુજરાત અને બિહાર માં જોઈ ફર્ક રહેશે નહિ.
હાલ મોરબીમાં લોકોને પોલીસ પર ભરોસો ન હોઈ પોલીસ અને ગુંડા સાથે મળી કામકાજ કરતા હોઈ જેથી ખુબ મોટી સંખ્યામાં યુવાનો દ્વારા પોતાના અત્મરક્ષણ માટે કલેક્ટર પાસે હથિયાર પરવાનો માંગ્યો હતો જે સરકાર ની નિષ્ફળતાને ખુલી પડે છે. હથિયાર પરવાનાના આવેદન બાદ રેન્જ આઇ જી ની હાજરી માં લોક દરબારનું આયોજન થયું હતું જેમાં લોકો ફરિયાદો થી પોલીસ પણ મોઢું છુપાવી રહી હતી, જો પોલીસ ના વધતા જતા ત્રાસ પર રોક લાગવા કોઈ દાખલા રૂપ કાર્યવાહી ના કરવામાં આવી તો લોકો સરકાર ઉપર થી ભરોસો ખોઈ બેસશે.
મોરબી પોલીસ એટલી હદે બેખોફ બની ગઈ છે કે જેને સરકાર કે ચૂંટાયેલા સરકાર પક્ષ ના ધારાસભ્યો ના પણ ફોન નથી ઉપડતી જાણે પોતે જ રાજા હોઈ