Friday, November 15, 2024

ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મોરબી ખાતે યોગ શિબિરનું આયોજન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસના ઉપલક્ષમાં, ડાયાબિટીસ મુકત ગુજરાત અભિયાન અંતર્ગત ડાયાબિટીસ નિવારણ માટે ખાસ 15 દિવસની યોગ શિબિર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના સયુંકત ઉપક્રમે શ્રી સરસ્વતી શીશુ મંદિર મોરબી ખાતે તા.14 થી શરૂ થઈ છે. જેમાં બહોળી સંખ્યામાં રજીસ્ટર થયેલ ડાયાબિટીસ પેશન્ટ જોડાયા હતા. તેમજ આ યોગ શિબિરમા ડો. જે. એસ. ભાડેસિયા (માં. ક્ષેત્ર સંઘચાલક, પશ્ચિમ વિભાગ, આર. એસ. એસ), ડૉ. વિજયભાઈ ગઢીયા, ડૉ. પ્રવીણ વડાવિયા અને ડો. ચિરાગ આધારાની પ્રેરક ઉપસ્થિતિમાં શિબિર પ્રારંભ કરાઇ અને તેઓનું માર્ગદર્શન દરેક હાજર રહલે શીબિરાર્થીઓને આપવામાં આવ્યું હતું.

બહોળી સંખ્યામાં વહેલી સવારે યોગ શિબિરમાં જોડાવા બદલ ડો. ભાડેસિયા દ્વારા ખૂબ હર્ષ વ્યકત કરાયો અને ખોટી ચિંતાથી દૂર રહેવા અને સ્વાસ્થ પ્રત્યે જાગૃત રહેવા જણાવ્યું હતું.

યોગ, આયુર્વેદ અને એલોપેથીના ત્રિવેણી સંગમ વિશેની વાત ડો. પ્રવીણભાઈ વડાવિયા દ્વારા રજૂ કરાયેલ અને આયુર્વેદ દ્વારા શરીરને તંદુરસ્ત રાખવા અંગે અત્યંત જરૂરી જાણકારી અપાઈ હતી.

ડો. વિજયભાઈ ગઢીયા દ્વારા ડાયાબિટીસ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી અને ડાયાબિટીસ ને દૂર રાખવા જીવન શૈલીમાં કરવાના થતાં ફેરફારો ની સમજ બધાને અપાયેલ.

ડો. ચિરાગ આધારા દ્વારા યોગ અને એક્સરસાઇઝનું મહત્વ જણાવેલ અને ડાયાબિટીસ વાળા લોકોને આ બાબતની સંપૂર્ણ જાણકારી આપી રોગમાંથી બહાર નીકળીને તંદુરસ્ત બને તેવા શુભ આશય સાથે બધા ઉપસ્થિત લોકોને પ્રેરિત કરેલ.

આ ખાસ ડાયાબિટીસ નિવારણ યોગ શિબિરને સફળ બનાવવા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મોરબી ટીમ, આરોગ્ય વિભાગ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની મોરબી જિલ્લાની સમસ્ત ટીમે ભારે જેહમત ઉઠાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર