ગુજરાતમાં 60 ટકા ચોમાસું સિઝન પૂરી, 4.5 લાખ હેક્ટરમાં હજુ વાવેતર બાકી
અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ તો અમુક તાલુકામાં દુષ્કાળ જેવી સ્થિતિ
ગુજરાતમાં લગભગ ૬૦ ટકા ચોમાસુ પૂર્ણ થઇ ગયું છે પરંતુ ખરીફ વાવેતર પૂરૂ થયું નથી. રાજ્યના ખરીફ પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જેમાં સોથી વધારે ઘટાડો કપાસ અને ડાંગરના પાકમાં નોંધાયો છે. જ્યારે બીજી તરફ અન્ય પાકોના વાવેતરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.રાજ્યમાં થોડા દિવસથી વરસાદનું પ્રમાણ ઘટયું છે. જે સાથે રાજ્યના ખરીફ પાકના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. જેમાં સોથી વધારે ઘટાડો કપાસ અને ડાંગરના પાકમાં નોંધાયો છે. જ્યારે બીજી તરફ અન્ય પાકોના વાવેતરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
મળતી માહિતી મુજબ રાજ્યમાં ખરીફ વાવેતર ૭૩.૭૨ લાખ હેક્ટર સાથે ૮૬ ટકા થયું હતું. જેમાં ગત વર્ષની સરખામણીમાં ખરીફ પાકના વાવેતરમાં ૪.૫ લાખ હેક્ટરનો ઘટાડો નોંધાયો છે. વિવિધ પાકોના વાવેતરના મળતા આંકડા મુજબ મગફળીનું વાવેતર ૧૮.૯૯ લાખ હેક્ટર સાથે ૧૦૮ ટકા થયું છે. જેમાં ગત વર્ષના વાવેતર કરતા વધારો નોંધાયો છે.
કપાસના વાવેતરમાં ગત વર્ષ કરતા ઘટાડો નોંધાયો છે. જેમાં કપાસનું ગત વર્ષે ૨૬ લાખ હેક્ટર થયું હતું. જેમાં આ વર્ષે ૨૩.૩૫ લાખ હેક્ટર (૯૧ ટકા) થયું છે. બીજી તરફ ડાંગરનું વાવેતર ગત વર્ષે ૮.૧૯ લાખ હેક્ટર નોંધાયું હતુ. પરંતુ આવર્ષે તેમાં ઘટાડો નોંધાતા ૭.૬૪ લાખ હેક્ટર સાથે ૮૯ ટકા જેટલુ વાવેતર થવા પામ્યુ છે. જ્યારે શાકભાજીનું વાવેતર ૨.૧૪ લાખ હેક્ટર સાથે ૮૧ ટકા થયું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટી જેવો વરસાદ ખાબકયો છે તો અનેક વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ પડયા બાદ પૂરો ૪૦ ટકા પણ વરસાદ નોંધાયો નથી. આવા અનેક વિસ્તારોમાં વરસાદની ખાધ જોવા મળી રહી છે અને હાલ ઉભેલા ખરીફ પાક ઉપર પણ જોખમ સર્જાયુ છે. હાલ ગુજરાતમાંથી વરસાદ ફરી અદ્રશ્ય થઇ જતા જે વિસ્તારોમાં પૂરો વરસાદ પડયો નથી તેવા વિસ્તારોમાં ચિંતાની લાગણી જન્મી છે.