ગુજરાતમાં હવે બળજબરીથી ધર્મપરિવર્તન કરી છેતરપિંડીથી લગ્ન કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લવ જેહાદના કાયદાને મંજૂરી આપી દીધી છે. રાજ્યમાં ૧૫ જૂનથી કાયદો અમલમાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપી
રાજ્યમાં આ કાયદાનો અમલ કરવા પાછળનો હેતુ લોભ, બળજબરી કે કોઈપણ પ્રકારની હિંસા દ્વારા કોઈને પણ ધર્મ માં પરિવર્તિત થવાથી રોકવાનો છે. તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લવ જેહાદ એક્ટની મંજૂરી પર મહોર લગાવી હતી. જે બાદ રાજ્યમાં લવ જેહાદ અંગે અસરકારક કાયદો બનાવ્યો હતો.
જો દોષી ઠેરવવામાં આવે તો 10 વર્ષની સજા
લવ જેહાદ એક્ટમાં છેતરપિંડીથી લગ્ન કરીને બળજબરીથી ધર્માંતરણ કરવા બદલ 10 વર્ષની સજાની જોગવાઈ છે. ગુજરાત વિધાનસભામાં થયેલ ખૂબ જ હોબાળા વચ્ચે લવ જેહાદ બિલ પસાર કરવામાં આવ્યું હતું. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ જાડેજાએ જણાવ્યું હતું કે, જે લોકો તિલક લગાવી હાથમાં દોરો બાંધીને હિન્દુ કે અન્ય ધર્મની છોકરીને છેતરશે તેમને હવે છોડવામાં આવશે નહીં.
જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરશે તેમને પણ સજા કરવામાં આવશે.
લવ જેહાદ એક્ટ મુજબ ધર્મ છુપાવીને લગ્ન કરનારાઓ સામે પાંચ વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંની જોગવાઈ છે. બીજી તરફ ધર્મ છુપાવીને જો કોઈ સગીરા સાથે લગ્ન કરવામાં આવે તો સાત વર્ષની કેદ અથવા ત્રણ લાખ રૂપિયાના દંડ ની જોગવાઈ છે. કાયદાનો ભંગ કરનારને 3 લાખ રૂપિયાનો દંડ અને સાત વર્ષની સજા છે.