ગુજરાતની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી હરીફાઈ હતી, પરંતુ AIMIM એ ગોધરા નગરપાલિકામાં સત્તા પર કબજો મેળવીને મોટી સિદ્ધિ હાંસલ કરી હતી.AIMIM રાજ્યના પ્રવક્તા શમશાદ પઠાણે જણાવ્યું હતું કે 44 સભ્યોની ગોધરા નગરપાલિકામાં અખિલ ભારતીય મજલિસ-એ-ઇતેહાદુલ મુસલીમિન (.AIMIM ) પાર્ટીના સાત કાઉન્સિલરોએ વિજય મેળવ્યો હતો, પરંતુ 17 અપક્ષોના ટેકાથી .AIMIM એ ગોધરા નગરપાલિકાનો કબજો લીધો છે. અપક્ષ 17 કાઉન્સિલરોમાં 5 હિંદુ કાઉન્સિલર શામેલ છે જેમણે ને AIMIMટેકો આપ્યો છે. સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં જોરદાર શરૂઆત કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં AIMIM કાઉન્સિલરોએ 9 બેઠકો જીતી છે જ્યારે ગોધરા અને મોડાસા નગરપાલિકામાં AIMIMનો સારો ટેકો છે. આમ આદમી પાર્ટીએ સુરત મહાનગર પાલિકામાં શાનદાર પ્રદર્શન કરીને તેને વિપક્ષની ભૂમિકા નક્કી કરી, સાથે જ AIMIMએ પ્રથમ પ્રયાસમાં નગરપાલિકા પર કબજો કરીને તેની ભવ્ય શરૂઆત કરી.ગોધરા પાલિકાના સભ્યોની સંખ્યા 44 છે અને મ્યુનિસિપલ સત્તા માટે 23 કાઉન્સિલરોની જરૂર છે, AIMIMને અહીં 24 કાઉન્સિલરોનો ટેકો મળ્યો છે. ગોધરામાં અગાઉ ભારતીય જનતા પાર્ટી સત્તામાં હતી પરંતુ AIMIM એ ગોધરા પાલિકા ભાજપ પાસેથી છીનવી લીઘી .