જીપીસીબી જૂના ઉકેડા કાઢી દંડ વસૂલી જાણે: હાલમાં ફેક્ટરીઓમાં વપરાતા પેટકોક બંધ કરાવી શકશે ?
હાલમાંજ NGT ને લઈને મોરબી સિરામીક ઉદ્યોગ ને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા જૂની મેટર ને લઈને લાખો-કરોડો નો દંડ મોરબી સિરામિક ઉદ્યોગને ફટકારવામાં આવ્યો છે.જે દંડ ની રકમ ભરપાઈ કરવા ની મોરબી ઉદ્યોગપતિઓ હોશે હોશે પ્રક્રિયા પણ ચાલુ કરી છે.
પરંતુ મોરબી GPCB માં બેઠેલા અધિકારીઓને મોરબીમાં બેફામ વપરાતા પેટકોક કોલસા નાં કારખાના નહિ દેખાતા હોઈ અને જો દેખાઈ રહ્યો છે તો પછી કાર્યવાહી કેમ કરવામાં નહિ આવતી હોઈ કે પછી તે પેટકોક વાપરતા ફેકટરીઓના માલિકો આ સાહેબનું ખીચ્ચું ગરમ કરી દેતા હશે ?
મોરબીમાં થોડા મહિનાઓ અગાઉ પ્રતિબંધિત પેટકોકનો વપરાશ કરતી 6 ફેક્ટરીઓને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી જેમાં પણ સવાલો ઉઠ્યા હતા અમુક ફેક્ટ્રીઓ અગાઉ જ બંધ હતી તો અમુક કોઈ દિવસ વપરાશ કર્યોજ નથી તેવી વાતો સામે આવી હતી.
માનવ સ્વાસ્થ્ય માટે જોખમી પેટ્રોલિયમ કોલસા નો વપરાશ આજે પણ કેટલીક ફેક્ટરીઓ કરે છે તેના પર કાર્યવાહી કરવાનું મુહર્ત મોરબી GPCB ક્યારે કરશે તે આગામી દિવસોમાં જોવ રહ્યું.