કોરોનાને લઇ સરકાર પર વાસ્તવિકતા છુપાવવાનો આક્ષેપ લાગ્યો છે.સરકારી વિભાગો જ સરકારની પોલ ખોલી રહ્યાં છે. કોરોનાથી મોત મુદ્દે સરકારે જાહેર કરેલ આંકડાઓ સામે સવાલ ઉભા થયા છે. છેલ્લા 71 દિવસમાં 4218 મોત સરકારે જાહેર કર્યા છે.આ સમયગાળા દરમિયાન કુલ 1.23 લાખ ડેથ સર્ટીફિકેટ ઇશ્યુ થયા.અન્ય બિમારીથી મોતની આડમાં સરકાર આંકડા છુપાવી રહી છે. 1 માર્ચ થી 10 મે વચ્ચે 1,23,871 ડેથ સર્ટીફિકેટ ઇશ્યુ કરાયા.અમદાવાદમાં 71 દિવસમાં 13,593 ડેથ સર્ટિ. ઇશ્યુ થયા.સુરતમાં 71 દિવસમાં 8,851 ડેથ સર્ટિ. ઇશ્યુ થયા.રાજકોટમાં 71 દિવસમાં 10,887 ડેથ સર્ટિ ઇશ્યુ થયા.વડોદરામાં 71 દિવસમાં 4,158 ડેથ સર્ટિ. ઇશ્યુ થયા છે.
ગુજરાતમાં કોરોનાથી કેટલા લોકોનાં મોત થયાં ? આ સવાલનો જવાબ સરકાર આપવા માગતી નથી. મોર્બિડ અને કૉ-મોર્બિડના આંકડામાં ગૂંચવાયેલા ગુજરાતને આ સવાલનો જવાબ ખુદ સરકારી વિભાગોએ જ આપી દીધો છે. 1 માર્ચ 2021થી 10 મે 2021 દરમિયાન સરકારી રેકોર્ડમાં ભલે સરકારે કોરોનાથી 4218 મોત નોંધ્યા હોય, પણ આ દરમિયાન રાજ્યના 33 જિલ્લા અને 8 કોર્પોરેશનમાં 1,23,871 ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં હતાં. ઇસ્યુ થયેલાં ડેથ સર્ટિફિકેટના જે આંકડા અમારી પાસે આવ્યા છે એ અત્યંત ચોંકાવનારા છે.સાચા આંકડા છુપાવતી સરકારને એના જ વિભાગોએ ખુલ્લી પાડી, 71 દિવસમાં 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાં, પણ કોરોનાથી માત્ર 4,218નાં મોત નોંધ્યાં.
ડૉક્ટરો, દર્દીઓનાં સગાં પાસેથી મળેલી વિગતો મુજબ, 2021ના માર્ચ, એપ્રિલ અને મે મહિનાના 10 દિવસ એમ કુલ 71 દિવસમાં જે મૃત્યુ થયાં એમાં 80 ટકા એવા લોકો હતા જેમને અન્ય બીમારીઓ હતી. રાજ્યમાં સૌથી વધુ 38 ટકા મોત હાયપરટેન્શનનો ભોગ બનેલા દર્દીઓનાં થયાં છે. બીજા ક્રમે 28 ટકા મોત ડાયાબિટીસ અને કિડની, લિવરની બીમારીથી પીડિત દર્દીઓનાં થયાં છે. અન્ય બીમારીઓનો ભોગ બનેલા દર્દીઓનું પ્રમાણ 14 ટકા જેટલું છે. 4% મોત રિકવર થયા પછી બ્લડ ક્લોટિંગને કારણે હાર્ટ-અટેકથી થયાં છે જયારે 60% મોત 45+ના લોકોનાં, 20% મોત 25થી ઓછી વયના લોકોનાં થયાં છે.