ગુજરાતના શિક્ષણ જગતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.કોરોના કાળ દરમિયાન થંભી ગયેલ શિક્ષણ જગતને ફરીથી વેગવંતુ બનાવવા સરકાર પ્રયત્ન કરી રહી છે ત્યરે 8 ફેબ્રુઆરીથી ફસ્ટ યરના ક્લાસ શરુ થઈ શકે છે.કોલજનાં વધુ 1 યરના ક્લાસ શરુ કરવાની યોજના સરકાર બનાવી રહી છે.આ નિર્ણયની 4 લાખ વિદ્યાર્થીઓ પર અસર થશે.ચાર લાખ વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ અને કારકિર્દી પર ધ્યાન આપી શકશે.ટૂંક સમયમાં રાજ્ય સરકાર ગાઇડલાઇન જાહેર કરશે.
11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે.ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 10મી મેથી શરૂ થઈ રહી છે.આ પરીક્ષાઓ 25મી મે સુધી ચાલશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ પર મુકેલો છે. ત્યારે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે કે 13મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સવારે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર તથા બપોરે ભૂગોળ વિષયની પરીક્ષા લેવાશે. 15મી મેના રોજ બપોરે અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા રહેશે. તેમજ 21મી મેના રોજ સવારે સંગીત સૈદ્ધાંતિક વિષયની પરીક્ષા લેવાશે. આ પરીક્ષાઓનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ સ્કૂલોના આચાર્યો,શિક્ષકો અને વિદ્યાર્થીઓએ નોંધ લેવા બોર્ડ દ્વારા જાહેર કરાયું છે.