જામનગર માં દિન પ્રતિદિન કોરોના વાયરસ વકરી રહ્યો છે તો બીજી તરફ હોસ્પિટલ માં ખાટલા ખૂટી પડે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે. હજી તાજેતરમાં જ વધારા ના બેડ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે તમામ બેડ પણ હાલ ભરાઈ ગયા છે. ત્યારે હવે નવા આવનાર દર્દીઓને દાખલ કરીને સારવાર ક્યાં આપવી તે પ્રશ્ન હોસ્પિટલ સત્તાવાળાઓ માટે ઉપસ્થિત થયો છે. જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ માં નોન આઈ સી યુ અને ઓક્સિજન ની સુવિધા વાળા વૉર્ડ માં માત્ર નવ બેડ ખાલી રહ્યા છે .જ્યારે વેન્ટિલેટર સુવિધા ધરાવતા વૉર્ડ માં એક પણ બેડ ખાલી નથી. જામનગર શહેર અને જિલ્લામાં કોરોના વાયરસ ની મહામારી ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. દિવસે ને દિવસે પોઝિટિવ કેસ ની સંખ્યા સતત વધી રહી છે જામનગર સરકારી કોવિડ હોસ્પિટલ માં જામનગર શહેર અને જિલ્લા ના ગામડા માં ઉપરાંત આજુ બાજુ ના જીલ્લા ઓમાં થી પણ સતત દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ત્યારે જામનગરની કુલ ૧૨૦૦ બેડ ની હોસ્પિટલ માં હજુ તાજેતર માં જ ૨૫૦ બેડ ની વધારા ની સુવિધા ઉભી કરવા માં આવી હતી. પરંતુ બે-ચાર દિવસમાં જ આ તમામ બેડ પણ દર્દીઓને ભરાઈ ગયા છે. ત્યારે હવે નવા દર્દીઓ સારવાર માટે આવે તો તેમને ક્યાં સમાવવા એવો ગંભીર પ્રશ્ન જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર સમક્ષ ઊભો થયો છે.
જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે જાહેર થયેલા સત્તાવાર વિગતો માં જામનગરની ગુરુ ગોવિંદ સિંઘ કોવિડ હોસ્પિટલ માં નોન આઈ સી યુ ઓક્સિજન સાથે ના કુલ ૧૨૧૫ બેડની વ્યવસ્થા છે તેમાં ૧૨૦૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે .ત્યારે ફક્ત નવ બેડ માત્ર ખાલી રહ્યા છે જ્યારે વેન્ટિલેટર સુવિધા સાથેના કુલ ૨૩૫ બેડ ઉપલબ્ધ છે જ્યાં ૨૩૫ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. એટલે કે એક પણ બેડ ખાલી નથી આમ કુલ ૧૪૫૦ બેડ ની સુવિધા વાળી હોસ્પિટલ માં ૧૪૪૧ દર્દીઓ સારવાર માટે દાખલ છે.એટલેકે માત્ર નવ બેડ ખાલી છે.ત્યારે સવાલ એવો ઉભો થયો છે કે નવા દર્દી ઓ આવે તો ક્યાં દાખલ કરવા ? જામનગરની સરકારી હોસ્પિટલમાં કુલ ૧૪૪૧ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે તેમાંથી ૭૪૭ દર્દીઓ કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવે છે.જ્યારે ૩૧૮ દર્દીઓ શંકાસ્પદ છે .તેમજ ૩૭૬ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ છે.પરંતુ તેની સ્થિતિ સારી નથી.દરમ્યાન આજે ૧૮ દર્દીઓ ને રજા આપવા માં આવી હતી.જયારે એક દર્દી ને કોવિડ કેર સેન્ટર માં મોકલવા માં આવ્યા હતા.