જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા વાકાંનેરમાં 22.50 લાખ રૂપિયાના ખર્ચે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની સરકાર દ્વારા દરેક તાલુકા સ્તરે ફીટનેશના સાધનો સભર સ્વાસ્થ્ય કેન્દ્ર શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તંદુરસ્ત અને વ્યસન મુક્ત સમાજના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાકાંનેર મુકામે તાલુકા સ્તરનુ ફીટનેશ જીમ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે…
આ જીમ સેન્ટરનું ઉદ્દઘાટન આગામી તા. 20/01/21, બુધવારના રોજ સાંજે 4 કલાકે વાકાંનેરની અમરસિંહજી હાઇસ્કુલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલના વરદ્દહસ્તે કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 40 જેટલા તાલુકાઓમાં જીમ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે તે અંતર્ગત મોરબી જિલ્લાના વાકાંનેર મુકામે પણ જીમ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. આ જીમનો લાભ તમામ નાગરિકો લઇ શકશે. જીમની સુવિધાઓનો લાભ લેવા માટે એક મહિનાની રૂ. 50 ફી હશે જ્યારે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે રૂ. 25 ફી રહેશે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiJpPXg5m4d9plGY7CMGqa