Thursday, January 9, 2025

મોરબીના ગોરખીજડીયા અલખધણી ગૌશાળા ખાતે ભવ્ય રામદેવ રામાયણ કથાનો પ્રારંભ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ખાતે આવેલ અલખધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટનો 15 વર્ષમાં મંગલ પ્રવેશ કરતા અલખ ધણી ગૌશાળાના સ્થાપક સ્વ. અંબારામ ભગત દ્વારા ભવ્ય રામદેવ રામાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં કથાના વક્તા સંતશ્રી રત્નેશ્વરીદેવી ગુરૂ મહંતશ્રી ભાવેશ્વરીમાં રામધન આશ્રમ મોરબી બીરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.‌ તેમજ સંતો મહંતો ઉપસ્થિત રહેશે. આ ભવ્ય રામદેવ રામાયણ કથા જ્ઞાનયજ્ઞ પોષ સુદ -૯ કથા પ્રારંભ તા. 08- 01- 2025 ને બુધવાર થી કથા વિરામ પોષ વદ -૧ તા. 14-01-2025 મંગળવાર સુધી. કથાનો સમય સવારે 9:00 થી 11:30 બપોર 2:30 થી 5:00 વાગ્યે સુધીનો રહેશે.

તેમજ કથામાં આવતા પાવનકારી પ્રસંગો પોથીયાત્રા તા. 08-01-2025 બપોરે 2:00 વાગ્યે, તા. 09-01- ને ગુરૂવાર નંદ મહોત્સવ, તા. 10-01 ને શુક્રવાર રામદેવજી મહારાજ પ્રાગટ્ય ઉત્સવ, તા. 11-01 ને શનિવાર ભૈરવ ઉધ્ધાર, રાત્રે રામદેવપીરનો પાટ સંતવાણી યોજાશે જેમાં કલાકાર મીલન પટેલ અને રીંકલ પરમાર દ્વારા લોકોને મોજ કરાવાશે. તેમજ તા.12-01 ને રવિવાર રામદેવજી મહારાજનો વિવાહ, તા. 13-01ને સોમવાર રામદેવજી મહારાજના ભક્તો અને પાટનો મહિમા ગત ગંગાના ભકતોની કથા, તા. 14-01 ને મંગળવારે કથાની પૂર્ણાહુતી કથામાં અવતા ભાવિક ભક્તો માટે મહાપ્રસાદ વ્યવસ્થા રાખેલ છે.

અલખધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પાવન પ્રસંગે સંતો-મહંતો ભકતોના દર્શન ભાવ પ્રસાદ તથા સંતવાણીનો અમુલ્ય લાભ લઇ જીવનને ધન્યતા બનાવવા માટે તથા ધર્મકાર્યને અનુમોદન આપવા ઉમંગ આનંદ વધારવા સહકુટુંબ, મિત્ર મંડળ તથા ભકતજનોના બહોળા સમુદાય સાથે પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર