ગોર ખીજડીયા પ્રા.શાળાના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય “રંગોત્સવ” કાર્યક્રમ યોજાયો
મોરબીના ગોર ખીજડિયા પ્રાથમિક શાળાના 93મા જન્મોત્સવ નિમિત્તે ૧૪ ફેબ્રુઆરીને શુક્રવારના રોજ ગોર ખીજડિયા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ તેમજ સેલ્ફી ઝોન, શાળા દર્શન, દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ રંગોત્સવ કાર્યક્રમમાં પધારેલ અતિથિ વિશેષ ટંકારા પડધરીના લોક લાડીલા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જિલ્લા પંચાયત મોરબી ના પૂર્વ કારોબારી અધ્યક્ષ જન્તિભાઈ પડસુંબીયા તથા નાની વાવડી તાલુકા પંચાયતના સદસ્ય પરેશભાઈ રૂપાલાએ હાજરી આપી બાળ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા.આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનુ મોરબીના પ્રતીક નગર દરવાજાની પ્રતીકૃતિ આપી ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.