મોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે આવેલ શ્રી ગોર ખીજડીયા પ્રાથમિક શાળાનો 93મો જન્મોત્સવ તા. 14-02-2025 ને શુક્રવારના રોજ રાત્રે 08:00 કલાકે ગોર ખીજડીયા પ્રાથમિક શાળા ખાતે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, સેલ્ફી ઝોન તથા શાળાના દાતાશ્રીઓનુ સન્માન કરવામાં આવશે. તેમજ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ટંકારા પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં હાજરી આપવા સમગ્ર ગોર ખીજડીયા ગામ તથા શાળા પરીવાર દ્વારા આ કાર્યક્રમમાં પધારવા લોકોને ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમજ કાર્યક્રમના અંતે નાસ્તાનું આયોજન કરવામાં આવેલ છે.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ જુદી જુદી રેઇડ કરી મોરબીના માર્કેટ યાર્ડમાં શાકમાર્કેટ વિભાગમાં અને મોરબી રેલવે કોલોનીના પટમાં જાહેરમાં જુગાર રમતા કુલ ચાર ઇસમોને ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન મોરબીના માર્કેટીંગ યાર્ડમાં શાકમાર્કેટ વિભાગમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે...
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પંજાબ રાજ્યના ભટીંડાથી ગુજરાત રાજ્યમાં મગફળીની ભુંસાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો બોટલો નંગ-૧૪૦૪૦ કિ.રૂ. ૬૭,૬૯,૯૨૦/-તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. ૧,૦૨,૭૭,૯૨૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને સયુંકતમાં ખાનગીરાહે બાતમી...
મોરબીના સામાકાંઠે આવેલ માળીયા ફાટક ઓવરબ્રિજ ઉતરતા માળિયા તરફ ચંગાલશા પીરની દરગાહ સામે નાલા પહેલા નેશનલ હાઇવે રોડ પર ટ્રક બાઈક સાથે અથડાતા બાઈક નીચે પડી જતા બાઈક પર સવાર સાત વર્ષની માસૂમ બાળકી ટ્રકના વ્હીલમાં આવી જતા બાળકીનુ મોત નિપજ્યું હતું જ્યારે દંપતી ઇજાગ્રસ્ત થયા હતાં. આ બનાવ...