આખું વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરી રહ્યું છે. દરેક વ્યક્તિ જુદી જુદી રીતે મહિલાઓની ભૂમિકા અને કાર્યોની પ્રશંસા કરી રહી છે. આજે મહિલાઓએ દરેક ક્ષેત્રે પોતાનો પગ જમાવ્યો છે. એવું કોઈ ક્ષેત્ર કે કાર્ય નથી જેમાં મહિલાઓનું પ્રભુત્વ ન હોય. આ જ કારણ છે કે વિશ્વ મહિલાઓના યોગદાનની પ્રશંસા કરવામાં નિષ્ફળ થતું નથી. મહિલા દિન નિમિત્તે દરેક જણ મહિલાઓને આદર આપી રહ્યું છે. આવી સ્થિતિમાં ટેક ઈન્ડસ્ટ્રીની વિશાળ કંપની ગૂગલે પણ મહિલા દિન નિમિત્તે મહિલાઓ અને છોકરીઓ માટે મોટી જાહેરાત કરી છે. ગુગલના સીઈઓ સુંદર પિચાઇએ આજે જાહેરાત કરી કે ‘આજે આપણે મહિલાઓ અને છોકરીઓ માટે ગ્લોબલ ઇમ્પેક્ટ ચેલેન્જ શરૂ કરી રહ્યા છીએ.’ ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ જાહેરાત કરી છે કે ‘આજે અમે મહિલાઓ અને છોકરીઓ માટે ગ્લોબલ http://Google.org ઇમ્પેક્ટ ચેલેન્જ લોન્ચ કરી રહ્યા છીએ. અમે બિન-લાભકારી અને સામાજિક ઉદ્યોગોને $ 25 મિલિયન યુ.એસ. ની ગ્રાંટ પ્રદાન કરીશું, જે મહિલાઓને પ્રણાલીગત અવરોધો, આર્થિક સમાનતા અને અધિક મદદ કરવા મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે.’ મહિલા દિવસ નિમિત્તે ગૂગલે મહિલાઓ પ્રત્યે આદર દર્શાવવા ખાસ અંદાજમાં ડૂડલ બનાવી છે. આ ડૂડલમાં એક એનિમેટેડ વિડિઓ બનાવીને શેર કરવામાં આવ્યો છે. જેના દ્વારા જાણ કરવામાં આવી છે કે આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. એવરેસ્ટની ટોચ પર ચઢવાથી લઈને મહિલાઓ આજે દેશનું નેતૃત્વ પણ કરી રહી છે. આ ઉપરાંત ઇજનેર, વૈજ્ઞાનિક, ડોક્ટર, લેખક સહિત દરેક ક્ષેત્રની મહિલાઓએ તેમની મહેનત દ્વારા જીત હાંસલ કરી છે. આ જ કારણ છે કે મહિલાઓ આજે દરેક વ્યવસાયમાં આગળ છે. થોડીક સેકન્ડના આ એનિમેટેડ વીડિયોમાં, મહિલાઓની સિદ્ધિને ખૂબ જ ખાસ રીતે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.