ઘુંટુ ગામેથી પકડાયેલ લાંચિયા તલાટીની બેનામી સંપતિ કેટલી ? યોગ્ય તપાસ થાય તો ઘણું બહાર આવી શકે !
એક તરફ નરેન્દ્ર મોદીનું વિઝન ભ્રષ્ટાચાર હટાવવાનું છે પરંતુ કેટલાક લાંચિયા અધિકારીઓ આ વિઝન પર પાણી ફેરવી રહ્યા છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
મોરબીનાં ઘુંટુ ગામના વિવાદિત તલાટી મંત્રી વિમલ સુંદરજીભાઈ ચંદ્રાલા અને સરપંચના પતિ દેવજીભાઈ પરેચાને રૂ. ૫૦ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે અને તેના પર ACB એ કાર્યવાહી પણ કરી છે પરંતુ આ ભ્રષ્ટ તલાટીએ કરેલી કાળી કમાણીની પણ તપાસ થવી જોઈએ ! અગાઉ તેને કેટલો ભ્રષ્ટાચાર આદરેલો અને એ આદરેલા ભ્રષ્ટાચારના વહીવટના કારણે કેટલીક કાળી કમાણી કરી અને કેટલા વહીવટ કર્યા ? અને હાલ તેમની સંપત્તિની પણ ચકાસણીઓ જો ખરેખર કરવામાં આવે તો આવા ભ્રષ્ટ અધિકારીઓની ઘણી બધી પોલ ખુલી શકે તેમ છે.
આ તલાટી અગાઉ ભડીયાદ અને રવાપર જેવા ગામોમાં પણ ફરજ બજાવી ચૂક્યો છે ત્યાં પણ તેને કેટલો વેપલો કર્યો છે તેની ચકાસણી કરવામાં આવે તો આ તલાટી મંત્રી વિમલ ચંદ્રાલાની ઘણી પોલ ખુલી શકે તેમ છે અને એ કાળી કમાણીનાં પૈસાથી ક્યાં પ્લોટ, મકાન કે દુકાન કે ક્યાં ભાગીદારી તેમના સગા વ્હાલા નામે તેમને કરાવી તે જાણવું પણ ખૂબ જરૂરી છે !