ઘુંટુ ઔઘોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી: ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૦૪/૦૫/૨૦૨૪ ને શનિવારના રોજ નીચેના વિસ્તારોમાં વિજપુરવઠો રોડ વાઇડનિંગ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.
66 કેવી નીચી માંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા મેગાસિટી Ind, સિમોન Ind, સેરોન Ind ફીડર, મધુવન ખેતીવાડી સવારે ૦૮:૦૦ થી ૫:૦૦ વાગ્યા વીજ પુરવઠો સુધી બંધ રહેશે.
ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજ જોડાજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.