ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી મળી આવેલ નવજાત બાળકને ત્યજી દેનાર આરોપીઓ ઝડપાયા
ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારના ઘુનડા (સ.) ગામ નજીક આવેલ વીડીમાંથી મળી આવેલ નવજાત બાળકને ત્યજી દેનાર આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
ટંકારા તાલુકાના ઘુનડા (સ.) ગામની સીમ નવા ગામ રોડ લક્ષદીપ કારખાનાની સામે વિડીમાં કોઇ અજાણી સ્ત્રી તથા તપાસમાં ખુલે તે આરોપીએ પોતાની કુખે ત્રણ ચાર દીવસનુ પુરૂષ જાતીનું તાજુ જન્મેલ બાળક જીવતા બાળકનો જન્મ છુપાવવાના ઇરાદે અસુરક્ષીત જગ્યાએ મુકી બાળકને ત્યજી દઇ ગુનો કરેલ હોય જે ગુનો ટંકારા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હોય.
મોરબી એલસીબી પોલીસ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ વણશોધાયેલ ગુનો શોધી કાઢવા કાર્યરત હતા અને બનાવ સ્થળની વીઝીટ કરી બનાવ વાળી જ જ્ગ્યાની આજુબાજુમાંથી સેલ.આઇ.ડી. તથા સે.સી.ટી.વી. ફૂટેઝ લેવામાં આવેલ તેમજ ત્યજી દીધેલ બાળકના શરીરે ગુલાબી કલરના કપડા પહેરાવેલ હોય જેની ઉપર સામુહીક આરોગ્ય કેંદ્ર ભાભર લખેલ હોય જેથી તે દીશામાં તપાસ કરતા તેમજ ભાભર સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ કરાવતા તેઓને બાતમી મળેલ કે, આ ગુનામાં સંડોવાયેલ અજાણી સ્ત્રી તથા તેના પતી બન્ને બનાસકાંઠા જિલ્લાના ભાભરના વતની છે અને આ બાળકે જેના કુખે જન્મ લીધેલ છે તે સ્ત્રીનુ નામ દક્ષાબેન રમેશભાઇ ઠાકોર રહે.ભાભર જિલ્લો બનાસકાંઠા વાળા હોવાનું તથા તેમના પતિનુ નામ રમેશભાઈ પ્રેમજીભાઈ ઠાકોર રહે.ભાભર જી.બનાસકાંઠા વાળા હોવાનુ જાણવા મળેલ અને તેઓ બન્ને પતિ-પત્ની એ મળી આ પોતાના તાજા જન્મેલ બાળકની ઓળખ છુપાવવા માટે ત્યજી દઇ આ ગુનો કરેલ હોવાનુ જાણવા મળેલ જેથી તેઓ બન્નેની તપાસમાં હતા તે દરમિયાન હ્યુમન ઇન્ટેલીજંસ ટેકનીકલ માધ્યમ તથા ખાનગી બાતમી આધારે બાતમી મળેલ કે, આ બન્ને પતિ-પત્ની હાલે ટંકારા તાલુકાના મિતાણા ગામના બ્રીજ નીચે ઉભેલ છે જેથી તે જગ્યા જઇ તપાસ કરતા બંને આરોપીઓ મળી આવતા હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
