ઘોર કળયુગ: માળીયા (મી) અંજીયાસર ગામે પત્નીએ ભાઈ સાથે મળી પતિની હત્યા કરી
પતિ દીકરી પર નજર બગાડતો હોવાથી આ પગલું ભર્યું
માળિયા (મી) તાલુકાના જુના અંજીયાસર ગામે પિતાએ તેની દિકરી પર અવાર નવાર નઝર બગાડતા હોય જે બાબતનો ખાર રાખી પત્નીએ પતિને ગળેફાંસો આપી હત્યા નિપજાવી હોવાની માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા માળિયાના મચ્છુ નદીના પૂર્વ તરફના કાંઠે ફતેપર ગામ જવાના કાચા રોડની બાજુમાં આવેલ પાણીની તલાવડીમાં ડૂબી જતાં આધેડનું મૃતદેહ મળી આવ્યો હતો જેમાં મોટો ઘટસ્ફોટ થયો છે આ બનાવ અંગે મૃતકના પુત્ર સાહીલભાઈ હાજીભાઈ મોવર (ઉ.વ.૨૩) રહે. જુના અંજીયાસર તા. માળીયા (મી) વાળાએ આરોપી તેની માતા શેરબાનુ હાજીભાઈ મોવર તથા ઇમરાનભાઈ હૈદરભાઈ ખોડ રહે. ખીરઈ તા. માળીયાવાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મૃતક ફરીયાદીના પિતા થતા હોય અને આરોપી શેરબાનુ મૃતકના પત્ની થતા હોય અને મૃતક અવાર નવાર તેની દિકરી ઉપર ખરાબ નજર નાખતો હોય જે બાબતનો ખાર રાખી આરોપી શેરબાનુએ હાજીભાઈ મોવરની ચા માં તથા શાક માં બે ભાન થવાના ટીકળા નાખી તેને બે ભાન કરી હાજીભાઈને ગળે ચુંદળી વડે ગળે ફાસો દઈ તેનુ મોત નિપજાવી ખુન કરી આરોપી ઇમરાનભાઈ રીક્ષા લઈ આવી મૃતક હાજીભાઇ અબ્દુલાભાઇ મોવર ઉવ.૫૫ વાળાની લાશ રિક્ષામાં નાખી માળીયા મી મચ્છુ નદીના પુર્વ તરફના કાંઠે ફતેપર ગામ તરફ જવાના કાચા રોડ પાસે આવેલ તલાવડીના પાણીમાં લાશને મોટર સાયકલ સહીત ફેકી દઈ પુરાવાનો નાશ કરી નાશી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
