Friday, September 20, 2024

મોરબી નજીક હાઈવે પર ગેસ ટેન્કરમાંથી ગેસ કટિંગ કોભાંડનો પર્દાફાશ, ૨૮.૦૫ લાખનો મુદામાલ જપ્ત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ગેસ ટેન્કર, ગેસ સીલીન્ડર સહીત ૨૮.૦૫ લાખનો મુદામાલ જપ્ત, બે આરોપીના નામ ખુલતા તપાસ

મોરબીના નાગડાવાસ ગામ નજીક હાઈવે પર હોટેલના ગ્રાઉન્ડમાં ગેસ ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ કટિંગ કરવાના કોભાંડને મોરબી તાલુકા પોલીસે ખુલ્લું પાડી સ્થળ પરથી ગેસ ટેન્કર, ગેસ સીલીન્ડર અને બોલેરો કાર સહીત ૨૮ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે નાગડાવાસ ગામના પાટિયા પાસે માલાણી હાઈવે હોટેલના ગ્રાઉન્ડમાં રેડ કરી હતી જ્યાં હોટેલ ગ્રાઉન્ડમાં એક ગેસ ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ કાઢવાની પ્રવૃત્તિ કરવામાં આવતી હોય જેથી પોલીસે સ્થળ પરથી ગેસ ટેન્કર કેએ ૦૧ એએમ ૯૯૨૧ કીમત રૂ ૧૫ લાખ અને ટેન્કરમાં ભરેલ કોમર્શીયલ પ્રોપેન ગેસ આશરે ૧૭,૨૭૦ કિલોગ્રામ કીમત રૂ ૯,૯૪,૪૦૬ તેમજ ટેન્કર સાથે ફીટીંગ કરેલ રબ્બર વાલ્વવાળી પાઈપ નંગ ૦૧ કીમત રૂ ૧૦૦૦, ગેસ સીલીન્ડર નંગ ૫૫ કીમત રૂ ૧૦,૦૦૦ અને બોલેરો કાર જીજે ૧૬ ઝેડ ૩૨૩૦ કીમત રૂ ૨ લાખ સહીત કુલ રૂ ૨૮,૦૫,૪૦૬ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે

ગેસ ટેન્કર અને તેમાં ભરેલ પ્રોપેન ગેસ ગીચ વિસ્તારમાં રાખવો હિતાવહ ના હોવાથી મૂળ માલિકને સોપવા તજવીજ હાથ ધરી છે તો રેડ દરમીયાન ટેન્કર ચાલક અને બોલેરો કારનો ચાલક બંને હાજર નહિ મળતા બંને વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર