માળિયા પોલીસ દ્વારા દેશી દારૂની વધુ એક ભઠ્ઠી પકડી પાડવામાં આવી
માળિયા પોલીસ દ્વારા માળિયા તાલુકાના નવાગામ પાસે આવેલ બાવળના ઝુડમાથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડવામાં આવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળિયા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા હકીકત વાળી જગ્યા માળિયાના નવાગામ પાસે આવેલ બાવળના ઝુડમા રેઇડ કરતા ત્યાં દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી ત્યારે પોલીસ દ્વારા ત્યાં હજાર ઈસમને નામઠામ પૂછતા તે હનિફ આમદભાઇ કટીયા ઉવ.૨૨ વાળો હોઈ ત્યારે પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.
ઉપરાંત સ્થળ પરથી ગરમ આથો લીટર-૫૦ કિ.રૂ.૧૦૦/- તથા ઠંડા આથો લીટર ૧૦૦ ની કિ.રૂ.૨૦૦/-તથા દેશી દારૂ ના કેરબામા દારૂ લી-૧૦ કિ.રૂ.૨૦૦/- તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમ નુ બકડીયુ નંગ-૧ કી રૂ ૦૦/૦૦-તથા પાતળી નળી નંગ-૧ કિ રૂ ૦૦/૦૦- મળી કુલ કિ.રૂ.૫૦૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે