માળિયા મી. પોલીસ તેમજ ભારતીય પેટ્રોલપંપ દ્વારા સંયુક્ત રીતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માળિયા હળવદ હાઇવે પાસે આવેલ જી.કે. હોટેલ ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
માળિયા હળવદ હાઇવે પાસે આવેલ જી.કે હોટેલ ખાતે માળિયા પોલીસ તેમજ ભારતીય પેટ્રોલિયમના સંયુક્ત ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧૦ જેટલા ટ્રક ડ્રાઇવરની આંખો તથા તબીબી ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે હાઇવે પર અકસ્માત જેવા બનાવી અટકાવવા માટે મોટા વાહનો ના ડ્રાઈવરનું ફ્રી મેડિકલ ચેકઅપ કરવા માગે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૧૧૦ જેટલા ટ્રક ડ્રાઈવરનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. બાદ પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.