મોરબી : માળીયા(મી.) વિસ્તારના ખેડૂતોને વાવેતર માટે નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલ, મોરબી બ્રાન્ચ કેનાલ, મચ્છુ-ર ડેમ તથા ઘોડાધ્રોઇ ડેમમાંથી પાણી છોડવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
મોરબી તાલુકા તથા માળીયા તાલુકાના દરિયા કિનારા નજીક આવેલા પરંતુ અલગ અલગ ડેમ કે નર્મદા યોજના દ્વારા સિંચાઇ સુવિધા ધરાવતા ખેડૂતોને આવકમાં વધારો થાય તે માટે નર્મદા યોજનાની માળીયા બ્રાન્ચ કેનાલમાં ખીરઇ સુધી, મોરબી બ્રાન્ચ કેનાલમાં મચ્છુ સુધી, મચ્છુ-ર ડેમ તથા બ્રાહ્મણી-ર સાદુળકા સુધી પાણી છોડવા ત્વરીત કાર્યવાહી કરવા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.
