Friday, September 20, 2024

માળીયા(મીં) ખાતે અગરિયાઓ માટેની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપતુ સંમેલન યોજાયુ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: તારીખ ૧૩/૦૯/૨૦૨૨ ના રોજ અગરીયા બહુહેતુક કેન્દ્ર માળીયા મિયાણા ખાતે અગરિયાઓ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવા અને સરકાર દ્વારા અગરિયાઓને સરકારી વિભાગો દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે તેના વિશે તેમજ સરકારી વિભાગોનું આગામી મીઠાની સીઝનના આયોજન માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી ,અગરીયા હિતરક્ષક મંચ માળીયા અને માળીયા તાલુકા મીઠા ઉત્પાદન એસોસિયેશન દ્વારા અગરિયાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું.

આ સંમેલનમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર મોરી , અગરીયા હિતરક્ષક મંચના પ્રમુખ હરીનેશભાઈ પંડ્યા ,અગરીયા હિતરક્ષક મંચના મોરબી જિલ્લા કોર્ડીનેટર મારૂતસિંહ બારૈયા , માળીયા તાલુકા દસ એકર મીઠા ઉત્પાદક એસોસિયેશનના પ્રમુખ દેવા ભાઈ ડાંગર,તેમજ મામતદાર ડી.સી.પરમાર, ટી.ડી.ઓ. સી.ડી.પી.ઓ મયુરીબેન, ટી.એચ.ઓ ડો.બાવરવા, ના.કા.પા બોર્ડ મોરબી, એસ.એસ.એ. કોર્ડીનેટર બી.આ.સી. માળીયા,આર.એફ.ઓ મોરબી, તેમજ શ્રમ વિભાગના સંચાલક દિનેશ ભાઈ તેમજ વગેરે સરકારી વિભાગના અધિકારી ,તેમજ કર્મચારીઓએ હાજરી આપેલ.

આ સંમેલન માં દરેક વિભાગો દ્વારા આ સીઝનમાં પડેલ મુશ્કેલી ઓ તથા આવતી સીઝનના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી . આ સંમેલન માં ૪૦૦ થી ૫૦૦ અગર માં કામ કરતા ભાઈઓ – બહેનો એ હાજરી આપેલ.

.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર