મોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિ હંમેશા ગરીબ પરિવારોને અને ગંગા સ્વરૂપ બહેનોને તથા તેમની દીકરીઓને રોજગારી મળે તેવી ભાવના સાથે સિવણ તાલિમ કેન્દ્ર બ્યુટી પાર્લર કેન્દ્ર તથા આર્થિક રીતે પછાત વર્ગના લોકોને અનાજ કીટ સહાય આપે છે જેમાં વાઘપરા શેરી નં -૪ મોરબીમા આર્થિક સ્થિતિ નબળી હોય તેવા બહેનો માટે સિવણ તાલિમ કેન્દ્ર ખોલવામાં આવ્યું.
આ તાલિમ કેન્દ્રનું ઉદઘાટન નાની બાળાના હસ્તે સિલાઈ મશીન પર સ્વસ્તિક અને ચંદન પુષ્પથી કરવામાં આવ્યું. આ સમયે ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ શારદાબેન આદ્રોજા રસીલાબેન કૈલા અલ્પાબેન કક્કડ ઉમાબેન જાગૃતિબેન તથા દરશનાબેન ભટૃઆ સમિતિના સભ્ય ટી સી ફુલતરિયા અને કેન્દ્ર સંચાલિકા આરતી બેનની હાજરીમાં ઉદઘાટન કર્યું.
આ સેવાકીય કાર્યમાં યોગાનુયોગ આરતી બેનના પિતા નટવરભાઈનો જન્મ દિવસ હોય કેક કાપી તેમને ગંગા સ્વરૂપ સહાય સમિતિના સભ્યો તથા હાજર તમામ બહેનો અને તેમના કુટુંબીજનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી સાથોસાથ સમિતિના સભ્યોનુ ગુલાબના ફૂલથી સન્માન આરતી બેનના કુટુંબીજનો દ્વારા કરવામાં આવ્યું અને મીઠા મોં કરીને કેન્દ્રમાં આવતા બેનો રોજગારી મેળવી પગભર બને તેવા આશયથી આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ પૌરાણિક ભીમનાથ મહાદેવનું મંદિર આવેલ છે ત્યાંના મહંત શ્રી કામધેનુ વિસામો લજાઈના સ્થાપક સોમદત્ત બાપા પોતાની 22 વર્ષની ઉંમરમાં લજાઈ ગૌશાળાની સ્થાપના કરી હતી.
આજે પણ આ સેવા અવિરત ચાલુ છે જેમાંથી પ્રેરણા લઈ મોરબી જિલ્લામાં ઘણી બધી ગૌ સેવાઓ થઈ રહી છે તેઓએ ઈ...
રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર તેમજ મોરબી જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર ટી.એચ.આર. અને મીલેટસ પાકોને પ્રાધાન્ય આપવા જુદા-જુદા સ્તરની મીલેટસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ આવતીકાલે તારીખ ૨૮/૦૨/૨૫ ના બપોરના ૦૨:૩૦ કલાકે રૂમ નંબર ૧૪૫, જિલ્લા પંચાયત ભવન, મોરબી ખાતે ઉજવણી કરવામાં આવશે. તેમ...