ગાંધીનગર ખાતે આજથી ઈન્ડિયન સિરામિક્સ એશિયા એક્ઝિબિશનનો પ્રારંભ: અનિલ કપૂરે લીધી મુલાકાત
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આજથી ઈન્ડિયન સિરામિક્સ એશિયા એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. જે તા.7 માર્ચ સુધી ચાલવાનું છે. આ એક્ઝિબિશનમાં આજે બોલિવૂડ સ્ટાર અનિલ કપૂરે મેક્ટ્સ મિનરલ LLP સ્ટોરની મુલાકાત લઈને તેના વિશે વિશેષ માહિતીઓ મેળવી હતી. તેઓ આ પ્રોડક્ટને જાણીને અભિભૂત થયા હતા.
મેક્ટસ મિનરલ LLP એશિયામાં પ્રથમવાર અદ્યતન શુદ્ધિકરણ ટેકનોલોજી સાથે ફેલ્ડસ્પારનું નિર્માણ કરી રહ્યું છે. આ ફેલ્ડસ્પાયર બેસ્ટ ક્વોલિટીનું હોવાથી ટાઇલ્સને પણ ક્વોલિટી પ્રદાન કરે છે. મેક્ટસ મિનરલની નવી હાઈ-ટેક શુદ્ધિકરણ પ્રક્રિયા દ્વારા ફેલ્ડસ્પાર અશુદ્ધિઓને વેટ ગ્રાઈન્ડીંગ, ડી-મેગ્નેટાઇઝેશન અને સૂકવણી દ્વારા અસરકારક રીતે દૂર કરે છે. આ નવી ટેક્નોલોજીને કારણે વેટ-પ્રોસેસ્ડ ફેલ્ડસ્પાર એશિયામાં પ્રથમ વખત સૂકા સ્વરૂપમાં ઉપલબ્ધ છે, જે તેને હાઈ-એન્ડ સ્ફટિકીય ફ્રિટ, સેનિટરીવેર ફ્રિટ અને પ્રીમિયમ ટાઈલ ગ્લેઝ સંયોજનો માટે આદર્શ બનાવે છે.