જુગાર તો રમવુંજ પડશે : મોરબી પોલીસ પરાણે જુગાર રમાડે છે નો રમે તો ધોકાવારી !
ચાણક્ય નીતિમા એક બહુ સરશ વાતે કહેવામાં આવી છે કે જે રાજ્યનો રાજા માયકાંગલો અને નિર્મલાય હોઈ તે રાજ્યમાં રહેવા કરતા જંગલમાં રહેવું સારું અને આ વાત હાલ મોરબી જિલ્લાને એકદમ બંધ બેસતી લાગે છે. જે રીતે મોરબીમાં બાબુ સાહી અને પોલીસની દાદાગીરી વધી રહી છે તે જોતા આ જિલ્લામા લોકશાહીના બદલે સરમુખત્યાર શાહી હોઈ તેવું લાગે છે. મોરબી એ ડીવીજન પોલીસ સામે પાટીદાર સમાજના એક આક્ષેપનુ નિરાકરણ નથી આવ્યુ ત્યાં વધુ એક આક્ષેપ પાટીદાર સમાજના લોકો કરી રહ્યા છે ને આ આક્ષેપ સાથે જ રેન્જ આઈ.જી થી લઇ મુખ્ય મંત્રી અને ગૃહ મંત્રીને રજુઆત કરી છે અને રજુઆતમા જણાવ્યું છે કે તેમની પોલીસ કામગીરી બતાવા કેવી રીતે ખોટા કેસ ઉભા કરે છે.એ ડીવીજન પોલીસ અને પી.આઈ પંડ્યા સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે દિવેસ સ્ટેટે વિજિલન્સ દારૂની રેડ રાજપર રોડ ઉપર કરી તેના બાદ મોરબી પોલીસ ઉપર કામગીરીનુ દબાણ વધી ગયું હતું માટે એ ડીવીજનનો સ્ટાફ રાજપર રોડ ઉપરના તમામ કારખાના અને ગોડાઉન ચેક કરી રહ્યુ હતું ત્યારે સિટી સ્ટીલ એન્ડ એલ્યુમિનિયમ નામના કારખાના પાસે થી મહેશ ચનીયારા અને કિશોર ચનિયારાને પૂછ પરછ માટે ઉભા રાખ્યા હતા અને તપાસ માટે કારખાનામા ગયા હતા જ્યાં એક પ્લાસ્ટિકની બેગમા 52 પતાની જૂની જોડી હતી અને કારખાનાની ઓફિસેમા ત્રણ લાખ રોકડા હતા જેથી પોલીસ એવું ધારી લીધું કે અહીં જુગારની ક્લબ ચાલી રહી છે માટે પૂછતાજ માટે બંને પાટીદારની ગાડીમા જ એ ડીવીજને લઇ ગયા જ્યાં બંને ને ઢોર માર મારી એવી કબૂલાત કરાવી કે તે લોકો જુગારની ક્લબ ચલાવે છે . પોલીસનો માર સહન ના કરી શકનાર બંને પટેલ યુવાનોએ ભૂતકાળમા જે મિત્રો સાથે જુગાર રમ્યા હતા તેના નામ આપતા તે તમામ લોકો જ્યાં હતા તેમને ફોને કરાવી કરાવી પોલીસ ભેગા કર્યા અને બાદમાં ફરી કારખાને ગયા જ્યાં જતા પેહલા વધારાના છ લાખ માંગવાનું કેહતા ડરી ગયેલા પટેલ યુવાનોએ તાત્કાલિક પૈસા મંગાવતા શૈલેષભાઈ ચનિયારા આપવા આવ્યા હતા . બાદમાં કારખાને જઈને પોલીસે તમામ છ લોકોને પૈસા આપી જુગાર રમવા મજબુર કર્યા હતા જેની વીડિઓગ્રાર્ફી અને ફોટોપાડવામાં આવ્યા હતા . આવા આક્ષેપ સાથે ઊંચ લેવલે રજુઆત થઈ છે ત્યારે એવી પણ રજુઆત કરવામાં આવી છે કે આ કાંડમાં તમામ જે પોલીસ કર્મચારી સામેલ હતા તેની કોલ ડિટેઇલ અને સી.સી,ટીવી ફૂટેજ નીકાળવામા આવે તો સત્ય સામે આવે તેમ છે. આ બાબતે તમામ ભોગ બનનાર રેન્જ આઈ.જીને રજુઆત કરવા ગયા હતા અને એવું જાણવા મળ્યું છે કે આ બાબતની તપાસ અન્ય જિલ્લાના ડી.વાઈ.એસપી ને સોંપી છે જો કે આ બાબત અંગે કોઈ સત્તાવાર માહિતી નથી મળી.અને એક બીજી વાત આ પાટીદાર યુવાનોએ જે આક્ષેપ કર્યો છે તે અંગે વિચારીએ તો આ બહુ ગંભીર ઘટના કહેવાય આજે જો પોલીસ જુગાર જેવા સામાન્ય ગુનામાં આવી રીતે ખોટા ફિટ કરી દેતી હોઈ તો પછી આ પોલીસ ભવિષ્યમા અન્ય કોઈ પણને ખોટા ગુનામાં ફિટ કરી શકે છે માટે આ ગંભીર આક્ષેપો કેટલા સાચા છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ ઊંચ લેવલે જે અરજી થઈ છે તેમાં એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ સમગ્ર ઘટના તા. 24 / 7/2022 ના સાંજના 7 થી 11વાગે સુધીની છે અને બે જે લોકો રાજપર રોડ ઉપરથી કારખાનેથી લાવ્યા તેને બાદ કરતા અન્ય લોકોને જી.આઈ.ડી.સી., રવાપર રોડ, વધુ એક ને ભાણેજના જન્મદિવસની ઉજવણીમા થી બોલાવ્યો હતો અને બધાને ભેગા કર્યા હતા . જો આ આક્ષેપ સાચો હોઈ કે જરા પણ તથ્ય હોઈ તો \ જે પોલીસ સ્ટાફના સામે આક્ષેપ છે તે તમામની લોકેશન ટાઈમલાઈન ચેક કરવી જોઈ અને ખરે ખર શું બન્યું તેની સચ્ચાઈ સામે લાવવી જોઈ અને કોણ સાચું છે તે સાબિત કરવું જોઈ કેમ કે મોરબીમા છેલ્લા ઘણા સમયથી દરેક પોલીસ સ્ટેશન અને બ્રાન્ચમા એક ને એક ચેહર ઘર કરી ગયા છે માત્ર અધિકારી બદલે છે નીચેનો સ્ટાફ નથી બદલતો અને લાંબા સમયથી એક જગ્યાએ પેશી ગયેલા પોલીસ કર્મચારી ગમે તેવા ખેલ કરતા પીછે હટ કરતા નથી કેમ કે તેઓ જાણી ગયા છે આ જિલ્લાના રાજકીય આગેવાનો નપાણીયા છે.
