Sunday, April 20, 2025

હળવદનાં રાતાભેર ગામે જુગાર રમતા બે મહીલા સહીત છ ઇસમો ઝડપાયા: બે ફરાર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ: હળવદ તાલુકાના રાતાભેર ગામે પ્લોટ વિસ્તારમાં ઓરડીમાં જુગાર રમતા બે મહીલા સહીત કુલ-૦૬ ઇસમોને રોકડા રૂપીયા ૧,૦૯,૫૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મોરબી એલ.સી.બી. પોલીસને સંયુકતમાં બાતમી મળેલ કે, ધનુબેન ધીરૂભાઇ ભુરાભાઇ રજપૂત રહે રાતાભેર તા. હળવદ વાળા રાતાભેર ગામના પાદરમાં પ્લોટ વિસ્તારમાં પોતાના કબ્જા ભોગવટા વાળા વાડામાં નળીયા તથા પતરા વાળી ઓરડીઓ બનાવેલ હોય જેમાં ગડદા તેની ઉપર પતરા વાળી ઓરડીમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે રાતાભેર ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ ઓરડીમાં રેઇડ કરતા કુલ-૦૮ ઇસમોમાથી ૦૬ ઇસમો ધનુબેન ધીરૂભાઇ પરમાર ઉ.વ. ૪૦ રહે.રાતાભેર તા. હળવદ જી. મોરબી, જયોત્સનાબેન જયતિભાઇ માલકિયા ઉવ.૩૦ રહે. સુસવાવ તા. હળવદ જી. મોરબી, રવિભાઇ વિનોદભાઇ ઇન્દરીયા ઉવ.૨૫ રહે. રાતાભેર તા. હળવદ જી. મોરબી, ધનજીભાઇ કાળુભાઇ કોલદરા ઉવ.૪૩ રહે.રાતાભેર તા. હળવદ જી. મોરબી, દેવરાજભાઇ ભવાનભાઇ કુણપરા ઉવ.૨૩ રહે.રાતાભેર તા. હળવદ જી.મોરબી, જીવણભાઇ મનજીભાઇ સોલંકી ઉ.વ. ૪૯ રહે. રાતાભેર જી.મોરબી વાળાને રોકડ રૂ.૧,૦૯,૫૦૦/- નો મુદામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય બે ઈસમો વિજયભાઇ ખોડાભાઇ કણપરા તથા વિનોદભાઇ મેરાભાઇ પરાઢીયા (ભરવાડ) રહે. બંને રાતાભેર તા. હળવદ વાળા સ્થળ પરથી નાશી છુટયા હતા. જ્યારે મોરબી એલસીબી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર