ટંકારાના ગજડી ગામેથી ઈંગ્લીશ દારૂની 18 બોટલો સાથે ત્રણ ઝડપાયાં; બે ફરાર
ટંકારા: ટંકારા તાલુકાના ગજડી ગામે (ઘુનડા) રોડ પર કારમા ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ૧૮ બોટલો સાથે ત્રણ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે (ઘુનડા) રોડ પરથી આરોપી ભાભલુભાઇ શાંતુભાઇ ખાચર ઉ.વ.૨૩ રહે.નોલી તા.સાયલા જી.સુ.નગર, જયરાજભાઇ કાળુભાઇ માંજરીયા ઉ.વ.૨૪ ખેતી રહે.સીરવાણીયા તા.સાયલા જી.સુ.નગર, નાગરાજસિંહ ઘનશ્યામસિંહ વાળા ઉ.વ.૨૦ મજુરી રહે. જામનગર રામેશ્વર રાંદલ નગર રાજશકિત પાન વાળી ગલીમાં તા.જી.જામનગરવાળા એ પોતાના કબ્જા ભોગવટા વાળી અમેઝ કાર જેના રજીસ્ટર નંબર -જી.જે-૧૦-ડી.ઈ.-૪૮૮૨ જેની કિંમત રૂ. ૨,૦૦,૦૦૦ વાળીમા ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ – ૧૮ કિં રૂ. ૯૩૬૦ મળી કુલ કિં રૂ. ૨૦૯૩૬૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા ટંકારા પોલીસે ત્રણે ઈસમોને ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો રવિરાજસિંહ દાદુભા રહે. જામનગર મરછોનગર તથા નાગરાજસિંહ ભરતસિંહ જાડેજા રહે.જામનગર રામેશ્વર માટેલ ચોકવાળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.