Friday, November 29, 2024

ગાડીમાં ભરીને કતલખાને લય જતા 46 પશુઓને મોરબી હિન્દુ યુવા વાહીનીએ બચાવી લીધા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગૌરક્ષકોને બાતમી મળી હતી કે સામખીયારી તરફથી ગાડી આવી રહી છે જેમાં પશુઓને ભરી કતલખાને લઈ જવાઈ રહ્ય છે બાતમીના આધારે વોચ ગોઠવી તાત્કાલિક તે સ્થળે પોહચી મોરબી હિન્દુ યુવા વાહીની દ્વારા ૪૬ જેટલા પશુઓને કતલખાને જતા બચાવ્યા હતા.

તા.22/6/2023.ના રાત્રે 1:00 વાગે સુરેશ ભાઈ રબારીએ ફોન કરીને જણાવેલ કે કચ્છમાંથી એક ગાડી સામખયારી બાજુ આવી રહી છે અને તેમાં અબોલ પશુઓને ભરીને કતલખાને લઈ જાય છે. અને એ ગાડી માળીયા થી જામનગર જવાની હોય તેવી હકીકત જણાવેલ હોય સચોટ માહિતી આપતા ગાડી નંબર JG10 TV6434 નંબર અને એક નંબર JG12CP8091ફોરવીલ કાર બને ગાડીઓ કચ્છમાંથી ન આવી રહી હોય. તેવી જાણકારી મળતા જેના આધારે રાત્રે એક વાગ્યે મોરબીથી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષક રવાના થઇ હતી.

જેમકે હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ કેબી બોરીચા, હિન્દુ યુવાહીની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઇ પાટડીયા, ગૌરક્ષક જયરાજસિંહ ઝાલા,ગૌરક્ષક હર્ષભાઈ, ગૌરક્ષક યશ વાઘેલા, ગૌરક્ષકો દ્વારા માળીયા વોચમા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે સામખીયારી બાજુથી આવી રહી છે સામખીયારી ગૌરક્ષક સુરેશભાઈ રબારીનો ફોન આવતા કે સામખીયારી આગળ ટ્રાફિકમાં ગાડી ઉભી છે તો તાત્કાલિક એ સ્થળ ઉપર જઈને ગાડી રોકવાની ટ્રાય કરતા તેમાંથી ગાડી ચાલક અને તેના સાથેના સાથીદાર ગાડી છોડીને ભાગી જતા અને એ ગાડી પકડેલ હોય ગાડીમાં ખોલીને જોતા જીવ નંગ 46 પાડા મળી આવેલ હોય તો પોલીસ અધિકારીને અને ત્યાંના સ્થાનિક અગ્રણી જીવ દયા પ્રેમી ગૌરક્ષક બબુ મહારાજને જાણ કરતા તાત્કાલિક ના ધોરણે બાબુ મહારાજ આવી જતા અને સાથે મળીને આ ગાડીને પોલીસ સ્ટેશને લઈ જઈને કાયદેસરની કાર્યવાહી હતી 46 જીવોને લાકડીયા પાંજરાપુરમાં મૂકવામાં આવ્યા હતા અને સામખયારી પોલીસ મથકે કે ફરિયાદ નોંધાવી હતી.

આ સફળ રેડને સફળ બનાવવા ગૌરક્ષકો હરેશ.ભાઈ. ચોહાણાં ચોટીલા, હિરેનભાઈ વ્યાસ ગૌરક્ષક, રઘુ ભાઈ ભરવાડ ગૌરક્ષક, ગજેન્દ્રભાઈ બાબરા જીવદયા પરિવાર દીપકભાઈ વાંકાનેર ગૌરક્ષક દીપુ ભાઈ વાઘેલા જસદણ ગૌરક્ષક વૈભવભાઈ પટેલ ગૌરક્ષા તેમજ સામખયારી ગૌરક્ષક જીવદયા ટીમઅને હિન્દુ યુવા વાહીની ગૌરક્ષક જીવદયા. મોરબી ટીમ દ્વારા આ રેડને સફળ બનાવવામાં આવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર